GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સુશાંત કેસ: રિયા સામે મન લોન્ડ્રીંગ કેસમાં ચોંકાવનારા ખુલાસા, એક્ટરના ખાતામાંથી ઉપાડી લીધા હતા કરોડો રૂપિયા

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ ચાલુ છે ત્યારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યા બાદ રિયા ચક્રવર્તી અને તેના પરિવારે કરેલા ખર્ચની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની બેન્ક ડિટેઈલ્સ સામે આવી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતના બેંકના ખાતામાંથી 90 દિવસમાં બેલેન્સ 4.64 કરોડથી ઘટીને 1.4 કરોડ રૂપિયા થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

સુશાંત કેસ

આમ ખર્ચાયા સુશાંતના બેન્કમાંથી રૂપિયા

બેંક ખાતાની ડિટેઈલ્સ મુજબ 14 ઓક્ટોબર 2019માં બેંક ખાતામાં 4. 07 કરોડથી વધુ પૈસા હતા. તે જ રાત્રે રિયાના ભાઈ સોવિકના ખાતામાં એર ટિકિટ માટે 81,901 રુપિયા ટ્રાન્સફર કરવમાં આવ્યા હતા. તો 15 ઓક્ટોબરે રિયાના ભાઈના હોટલના ખર્ચા માટે 4. 07 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે જ દિવસે દિલ્હીની હોટલ તાજમાં રહેવા માટે 4. 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જયારે 16 ઓક્ટોબરે દિલ્હી માટે રિયા અને શોવિકની ટિકિટ માટે સુશાંતના ખાતામાંથી 75 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

થોડા જ દિવસોમાં થયા લાખો રૂપિયા ટ્રાન્સફર

સુશાંત સિંહના બેન્ક ખાતાની ડિટેઈલ્સ પરથી જાણવા મળ્યું કે સુશાંતના એકાઉન્ટમાંથી થોડા દિવસોમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 14 નવેમ્બરે રિયાના નામ પર 1. 05 લાખ રૂપિયાની લેવડ દેવડ થઇ હતી. 20 અને 21 નવેમ્બર 2019ના રોજ રિયાએ મેકઅપ અને શોપિંગ માટે 75 હજારથી વધુનો ખર્ચ કર્યો હતો. 24 નવેમ્બરે રિયાએ 22, 220 રૂપિયાની શોપિંગ કરી હતી. તો 25 નવેમ્બરે સુશાંતે રિયાના ભાઈની ટ્યુશન ફી પણ ભરી હતી.

MUST READ:

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!