GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસમાં સીબીઆઈ તપાસને સુપ્રીમની મહોર બાદ બિહાર સીએમ નીતીશ કુમારે કહ્યું: પરિવારને મળશે ન્યાય

Last Updated on August 19, 2020 by pratik shah

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમના ચુકાદા બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ ચુકાદાથી સાબિત થયું છે કે બિહાર સરકારની સમગ્ર પ્રક્રિયા યોગ્ય હતી. સાથે જે તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુશાંતના પરિવારને ન્યાય ચોક્કસ મળશે.

સુશાંત

બિહાર સરકારની કામગીરી કાયદાકીય હતી

સીએમ નીતીશ કુમારે જણાવ્યું છે એક અમારી સરકારે જે પણ કામ કર્યું તે કાયદાકીય હતું. સુશાંતને ન્યાય અપાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહી હતી. હવે મને પૂર્ણ વિશ્વાસ છે કે સીબીઆઈ સંપૂર્ણ રીતે યોગ્ય તપાસ કરશે અને ન્યાય અપાવશે. ન્યાયની અપેક્ષા માટે પરિવાર કે બિહારને નથી. સમગ્ર દેશની જનતાને છે.

બિહાર ડીજીપીએ વ્યક્ત કરી ખુશી

તો બીજી બાજુ નીતીશ કુમારની પ્રતિક્રિયા પહેલા સીબીઆઈ તપાસને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ બિહાર ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ‘હું ખુશ છું. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લોકોનો ન્યાય તંત્રમાં વિશ્વાસ વધુ મજબૂત કરશે’. અને સાથે સાથે  સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!