GSTV

બિહાર ડીજીપીની ચેતવણી: પુરાવા મળવા દો પછી રિયાને જમીન ખોદીને શોધી કાઢીશું!

Last Updated on August 2, 2020 by pratik shah

સુશાંત સિંહ રાજપૂત મામલે તપાસ કરી રહેલી બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ચેતવણી આપી છે કે જે દિવસે તેના વિરુદ્ધ પુરાવા મળ્યા તે દિવસે તેને જમીન ખોદીને શોધી કાઢીશું.

બિહાર પોલીસના નિશાને રિયા ચક્રવર્તી

ગુપ્તેશ્વર પાંડેએ વધુમાં જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી પ્રાથમિક આરોપીઓમાં છે એટલે પટના પોલીસ તેની શોધખોળ કરી રહી છે. જે દિવસે તેના વિરુદ્ધ પુરાવા મળ્યા તેને જમીન ખોદીને બહાર કાઢીશું પછી ભલે તે દુનિયાના કોઈપણ ખૂણામાં હોય

રિયા પર પરિવારનો આરોપ

સુશાંત આપઘાત કેસમાં તેના પરિવારે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવુ છે કે, રિયાએ સુશાંત પર મંત્રતંત્ર કર્યા હતા અને બેંકના ખાતામાંથી પૂજા સામગ્રી અને પંડિત માટે નાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુશાંતના નાણાનો ઉપયોગ મંત્રતંત્ર માટે કરાવવામાં આવ્યો હતો.

સીએમ ઉદ્ધવ ઠાકરે પર બિહાર ડેપ્યુટી સીએમના પ્રહાર

સુશાંતસિંહ રાજપુત કેસ મામલે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે બોલિવૂડ માફિયાઓના દબાણમાં આવીને કામ કરી રહ્યા છે. અને આપઘાત કેસમાં તમામ જવાબદાર લોકોને બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી  આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, બિહાર સરકારે  આ મામલે માત્ર  તપાસના આદેશ નથી આપ્યા પરંતુ સુપ્રીમ કોર્ટમાં કેવિયટ દાખલ કરી સરકારનો પક્ષ પહેલા સાંભળવાની અરજી કરી છે.

MUST READ:

Related posts

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!