GSTV
Gujarat Government Advertisement

Sushant Case :AIIMSએ સીબીઆઈને સોંપ્યો રિપોર્ટ, આજે ખુલશે મોતના રહસ્યો

સુશાંત

Last Updated on September 29, 2020 by pratik shah

દિવંગત બૉલીવુડ એક્ટર Sushant સિંહ રાજપૂતના મોતને લઈને AIIMS દ્વારા CBIને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય તપાસ સમિતિ AIIMSના રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં લાગી ગઈ છે. સીબીઆઈ દ્વારા અન્ય સાક્ષીઓ સાથે એ નિષ્કર્ષ કાઢવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું Sushantની હત્યા થઇ હતી કે તેણે આત્મહત્યા કરી હતી.

Sushant Singh Rajput

હવે એઇમ્સના રિપોર્ટ પર સીબીઆઈ અંતિમ નિર્ણય લેશે. સીબીઆઈ મળેલ પુરાવાઓને આધારે એ નિષ્કર્ષ પર આવશે કે સુશાંતે આપઘાત કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈને એટોપ્સી અને વિસરાની તપાસ રિપોર્ટ સોંપવામાં આવી છે. સીબીઆઈ અન્ય પુરાવાઓ સાથે રિપોર્ટનો મેળ કરશે. રિપોર્ટના આધારે સીબીઆઈ પોતાની તપાસ આગળ વધારશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે સીબીઆઈનું કહેવાનું છે કે તેઓ તમામ એન્ગલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુંશાતની મોતની તપાસ પ્રોફેશ્નલ તરીકે થઈ રહી છે. તમામ અવલોકનોનો અત્યંત ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર છે કે આ માલામાં સીબીઆઈ હવે સુશાંતના પરિવારજનો અને તેમની બહેનોની પણ પૂછપરછ કરી શકે તેવી શક્યતાઓ છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહએ કહ્યું હતું કે સુશાંત કેસ હવે સીબીઆઈ માટે પ્રાથમિકતા નથી રહ્યો પરંતુ, હવે જયારે એઇમ્સનો રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે તો તપાસ એજન્સી ફરી એકવાર એક્શનમાં જોવા મળશે અને એક્ટરના મોત સાથે જોડાયેલા અનેક રહસ્યો ખુલશે.

શું કહ્યું હતું વિકાસ સિંહે

થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં વિકાસ સિંહે કહ્યું હતું કે આ મામલે જે રીતે તપાસ શરૂ થઇ હતી તે જોતા હાલ તપાસમાં નરમાશ જોવા મળી રહી છે. બને તેટલા ઝડપથી આ કેસ ઉકેલી લેવો જરૂરી છે. કારણ કે જેમ જેમ સમય વીતી રહ્યો છે આ કેસમાં પુરાવાઓ નષ્ટ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિતિ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી જ સમગ્ર મામલો ગૂંચવાયેલો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!