GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: CBI બાદ NCB દ્વારા કરાશે રિયા ચક્રવર્તીની પૂછપરછ, ડ્રગ્સ કનેક્શન અંગે થશે સવાલો

રિયા

Last Updated on August 26, 2020 by pratik shah

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસનો આજે 8મોં દિવસ છે. ત્યારે હવે NCB પણ રિયાની પૂછપરછની તૈયારીઓ કરી રહ્યું છે. આ કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. સુશાંત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે જેને લઈને હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ રિયાની પૂછપરછ કરી શકે છે.

સંદીપ સિંહની ભૂમિકા પણ શંકાના ઘેરામાં

આ કેસમાં સંદીપ સિંહની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. સંદીપ સિંહ પોતાને સુશાંતનો નજીકનો મિત્ર ગણાવે છે પરંતુ, તેમની કોલ ડિટેઈલ્સ કંઈક અલગ જ વાત કરે છે. તો બીજી બાજુ, સીબીઆઈની તપાસ પૂરજોશમાં ચાલુ છે. સીબીઆઈ દ્વારા ગમ્મે ત્યારે રિયા અને તેના પરિવારની સાથે સાથે સંદીપ સિંહને સમન્સ મોકલવામાં આવી શકે છે.

NCB

દિલ્હીમાં NCBની બેઠક

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ હવે મોરચો સાંભળી લીધો છે. દિલ્હીમાં વરિષ્ટ અધિકારીઓ વચ્ચે બેઠકો થઇ રહી છે. જેમાં, અભિનેત્રી રિયા ચક્રવર્તીના ચેટ અને ડ્રગ્સ ડીલર સાથે જોડાયેલ કનેક્શનને લઈને મંથન ચાલી રહયું છે. NCB ડાયરેક્ટરની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓ આ મામલે ચર્ચા કરી રહ્યા છે.

ડ્રગ્સ કનેક્શન પર રિયાની થઇ શકે છે NCB દ્વારા પૂછપરછ

સુશાંત કેસમાં રિયાનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવી ગયો છે. હવે, આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પણ એન્ટ્રી થઇ ગઈ છે. NCB એ જણાવ્યું છે કે તેઓ અભિનેત્રી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. પહેલા સીબીઆઈ રિયાની પૂછપરછ કરી લે ત્યારબાદ એનસીબી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!