GSTV

સુશાંતના બોડીગાર્ડનો ખુલાસો, એક્ટર બીમાર રહેતો હતો અને ઘરના ધાબા પર રિયા પાર્ટી કરતી હતી

સુશાંતસિંહના મોત બાદ મામલો ગૂંચવાતો જાય છે. મુંબઈ પોલીસ આ મામલાની તપાસમાં છેલ્લા દોઢ મહિનાથી કામ કરી રહી છે પરંતુ હજી સુધી તેમનો કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી કે કોઈ કડી મળી રહી નથી. સુશાંતના પિતા કે કે સિંહે પણ આ મામલે પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમા રિયા સામે એફઆઈઆર દાખલ કરી છે.. તેમણે ગંભીર આરોપો લગાવ્યા બાદ હવે રિયાના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે.

સુશાંતના બોડી ગાર્ડે પણ રિયા સામે  કેટલાક ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે એક ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સુશાંતના ઘરમાં ઘણી પાર્ટી થતી હતી. જેમાં સુશાંત સામેલ ન હતો. ઘરમાં ઘણા ફાલતુ ખર્ચ કરવામાં આવતા હતા. જેમાં સુશાંતને કોઈ લેવા દેવા ન હતી. તે વારંવાર બીમાર રહેતો હતો અને ઘરમાં જ તેના બેડરૂમમાં સૂઈ રહેતો હતો. આ જ દરમિયાન તેના ઘરમાં પાર્ટી થતી રહેતી હતી અને તેમાં રિયાનો પરિવાર સામેલ રહેતો હતો.

સુશાંતના બોડી ગાર્ડે એમ પણ કહ્યું હતું કે રિયા સામે થયેલા આરોપોની તપાસ થવી જોઇએ અને એક્ટરને ન્યાય મળવો જોઇએ. રિયાને મળ્યા બાદ સુશાંતનું વર્તન પણ બદલાઈ ગયું હતું. રિયાએ આખો સ્ટાફ બદલી નાખ્યો હતો માત્ર હું જ એવો હતો જે અગાઉના સ્ટાફનો હતો. સુશાંતના ઘરે માત્ર રિયાના પરિવારજનો જ આવતા હતા ક્યારેય સુશાંતના પરિવારજનો આવતા  ન હતા. રિયા જ તમામ નાણાનો હિસાબ રાખતી હતી. ઘરમાં તમામ ખર્ચ સુશાંતના જ પૈસાથી થતો હતો અને તે પોતાના માટે ઘણો ઓછો ખર્ચ કરતો હતો.

તેણે એમ પણ ઉમેર્યું હતું કે અમે જ્યારે પણ સુશાંતને મળવાનું કહીએ તો એમ કહેવામાં આવતું હતું કે તે સૂતો છે. પહેલા તો બધું બરાબર હતું પરંતુ યુરોપ ટૂર બાદ તેની તબિયત લથડી હતી.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!