GSTV

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Last Updated on August 4, 2021 by Zainul Ansari

સેવિંગ અકાઉન્ટ પર 6.25 ટકા વ્યાજ અને દરરોજ ATMમાંથી 1.5 લાખ રૂપિયા ઉપાડવાની સાથે 25 લાખ રૂપિયાનું ટોપ અપ હેલ્થ કવર. એક સાથે આ ત્રણ મોટી સુવિધા સુર્યોદય હેલ્થ એન્ડ વેલનેસ સેવિંગ્સ અકાઉન્ટ પર મળી રહી છે. સૂર્યોદય સ્મોલ ફાઇનેન્સ બેંક (SSFB)એ તાજેતરમાં જ સૂર્યોદય હેલ્થ એન્ડ વેલનેસ સેવિંગ્સ અકાઉન્ટની જાહેરાત કરી છે, જેના હેઠળ ગ્રાહકોને આ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્રીમિયમ સેવિંગ્સ અકાઉન્ટ પ્રોડક્ટ છે, જેમા બચતની સાથે-સાથે હેલ્થ કવરની સુવિધા આપવામાં આવી રહી છે.

કોરોના મહામારીને જોતા અકાઉન્ટ હોલ્ડર અને તેના પરિવારને આ સ્કીમમાં હેલ્થ કવરનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સ્કીમ હેઠળ અકાઉન્ટ હોલ્ડર, તેની પત્ની અથવા પતિ અને બે બાળકોને 25 લાખ રૂપિયાનો ટોપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. આ વાર્ષિક હેલ્થકેર પેકેજ છે, જેમા ફોન પર ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેડિકલ કેર સર્વિસની સુવિધા લઇ શકાય છે.

અકાઉન્ટમાં કેટલા રૂપિયા રાખવા પડશે

સૂર્યોદય સ્મોલ ફાઇનેન્સ બેંકે જણાવ્યું કે સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવવાના એક વર્ષ સુધી ટોપ અપ હેલ્થ ઇન્શ્યોરન્સ અને હેલ્થકેર પેકેજનો લાભ મફત લઇ શકાય છે. તેના માટે ગ્રાહકને કોઈ ચાર્જ ચુકવવાનું હોતું નથી. સમગ્ર દેશમાં માર્ચ 2022 સુધી અકાઉન્ટ હોલ્ડરને ઘરેથી 20 કિમીના એરિયામાં ફ્રી એમ્બ્યુલન્સ સેવાની સુવિધા મળશે. 18-65 વર્ષના વ્યક્તિ સૂર્યોદય હેલ્થ એન્ડ વેલનેસ સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવી શકે છે. આ અકાઉન્ટ સિંગલ અથવા જોઇન્ટ બંને રીતે ખોલાવી શકાય છે. આ અકાઉન્ટ પ્રીમિયમ શ્રેણીમાં આવે છે, તેથી અકાઉન્ટ હોલ્ડરને દર મહિને અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા સુધીનો બેલેન્સ રાખવો પડશે. અકાઉન્ટ હોલ્ડરને હેલ્થ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે, જેના આધારે હેલ્થ કવરનો લાભ આપવામાં આવશે.

અકાઉન્ટની વિશેષતા

સુર્યોદય હેલ્થ વેલનેસ સેવિંગ્સ અકાઉન્ટમાં અકાઉન્ટ હોલ્ડરને પ્લેટિનમ તરીકે સિક્યોર ચિપ ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. આ ખાતા પર મોટી સુવિધા એટીએમ વિડ્રોલની છે, જે એક દિવસમાં 1.5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. એટલે કે એક દિવસમાં કોઈ પણ અકાઉન્ટ હોલ્ડર એટીએમમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે. આ અકાઉન્ટ પર દરરોજ 3 લાખ રૂપિયા સુધી ટ્રાન્જેક્શન કરી શકાય છે. તેને ડેલી પીઓએસ યુઝેઝ લિમિટ કહે છે. જો કોઇ ગ્રાહક પહેલાથી સૂર્યોદય સ્મોલ બેંકમાં બચત અકાઉન્ટ ધરાવે છે, તો તે હેલ્થ એન્ડ વેલનેસ સેવિંગ્સ અકાઉન્ટમાં અપગ્રેડ કરાવી શકે છે.

money

કેટલુ વ્યાજ મળે છે

વેલનેસ અકાઉન્ટ પર વ્યાજનો દર ખાતામાં જમા થયેલી રકમ પર નિર્ભર રહેશે. સુર્યોદય બેંક હાલમાં બચત ખાતામાં 1 લાખ રૂપિયાની રકમ પર 4 ટકા વ્યાજ આપે છે. જો ખાતામાં બેલેન્સ 1 લાખથી વધુ અને 10 લાખ સુધી હોય તો 6.25 ટકા વ્યાજ મળશે. 10 લાખથી ઉપરની રકમ પર 6 ટકા વ્યાજ મળે છે. બેંકે ગ્રાહકોને હેલ્થ કવરનો લાભ આપવા માટે મણિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની સાથે ભાગીદારી કરી છે. એન્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ આપવા માટે Vhetna Aetna સાથે કરાર કર્યું છે અને એમ્બ્યુલન્સ સર્વિસ માટે Ziqitza સાથે જોડાણ કર્યું છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!