GSTV

સૂર્યકુમાર યાદવે આખરે મૌન તોડ્યું, ટીમ ઇન્ડિયામાં સ્થાન નહીં મળવા બદલ જવાબ આપ્યો

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે. આ ટીમમાં મુંબઈના સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું નથી. આ અંગે ઘણા નિષ્ણાતોએ તેમનો અભિપ્રાય આપ્યો છે અને તમામનો મત એવો છે કે મિડલ ઓર્ડરના આ બેટ્સમેનને તક મળવી જોઇતી હતી. સૂર્યકુમાર યાદવે આ વખતની આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે ચેમ્પિયન બની તેમાં યાદવું પણ યોગદાન રહ્યું હતું.


ભારતીય ટીમના ચીફ કોચ રવિ શાસ્ત્રી અને વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન મળવું જોઇતું હતું તેવી દલીલ કરી હતી.30 વર્ષના સૂર્યકુમાર યાદવે મુંબઈ ઇન્ડિયન્સ માટે 16 મેચમાં 40ની એવરેજથી 480 રન ફટકાર્યા હતા જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થતો હતો. મુંબઈ માટે ઇશાન કિશન (516) અને ક્વિન્ટન ડી કોકે (503) તેના કરતાં વધારે રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમમાં પોતાનો સમાવેશ નહીં થતાં યાદવે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ ત્યારે હં નિરાશ હતો કેમ કે મને આશા હતી કે આ વખતે મારી પસંદગી થશે. આઇપીએલમાં હું સારી બેટિંગ કરી રહ્યો હતો. હું છેલ્લા બે વર્ષથી આઇપીએલમાં જ નહી પરંતુ તમામ પ્રકારના ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો છું.


તેણે ઉમેર્યું હતું કે મેં સારી બેટિંગ કરી છે અને સંખ્યાબંધ રન ફટકાર્યા છે ત્યારે મને અપેક્ષા હતી કે ટીમમાં મારો સમાવેશ થઈ જશે, જોકે આમ નહીં થતા મને નિરાશા થઈ હતી પણ મારી યાત્રા જારી રહેશે. ટીમમાં પસંદ નહીં થવા બદલ મેં વધારે વિચાર્યું નથી. એ વખતે નિરાશામાં મેં પ્રેક્ટિસ છોડી દીધી હતી.


યાદવે વધુમાં જણાવ્યું હતું કે ટીમની પસંદગી થઈ એ દિવસે અમારે કોઈ મેચ ન હતી અને રજાનો દિવસ હતો પરંતુ હું બીજે ધ્યાન પરોવવા માગતો હતો તેથી હું જિમમાં ગયો હતો. મારી પસંદગી નહીં થતાં હું નિરાશ થયો અને ટ્રેનિંગમાં ધ્યાન પરોવી શક્યો નહીં તેથી હું ત્યાંથી નીકળી ગયો હતો.


હું વિચારતો રહ્યો હતો કે શું કોઈ ખાસ જગ્યા છે જેનાથી મને ટીમમાં સ્થાન મળી શકે. એ દિવસે હું જમી પણ શક્યો ન હતો. મેં કોઈ સાથે ખાસ વાતચીત પણ કરી ન હતી.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!