GSTV

IPL બાદ સૂર્યકુમાર યાદવને મળ્યા માતાના આશીર્વાદ, જૂઓ ફોટો

IPLની આ સિઝન યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ હતી. લગભગ દોઢ મહિના ચાલેલી આ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટે ધૂમ મચાવી દીધી હતી જેમાં ભારતના ઘણા યુવાન ક્રિકેટરોએ શાનદાર રમત દાખવી હતી. આ ખેલાડીઓમાં એક હતો ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ. યાદવ માત્ર તેની બેટિંગને કારણે જ નહીં પરંતુ સારા વર્તનને કારણે પણ પ્રશંસા પ્રાપ્ત કરી હતી.

મુંબઈ ઇન્ડિયન્સને વિજય અપાવ્યો

એક મેચમાં વિરાટ કોહલીએ તેનું સ્લેજિંગ કર્યું હતું પરંતુ યાદવે તેને પણ નજરઅંદાજ કરીને પોતાની બેટિંગ તરફ ફોકસ કર્યું હતું. એ મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મુંબઈ ઇન્ડિયન્સને વિજય અપાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે 16 મેચમાં 145.01ના સ્ટ્રાઇક રેટથી 480 રન ફટકાર્યા હતા. જેમાં ચાર અડધી સદી સામેલ હતી. આ સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 79 રન રહ્યો હતો. મુંબઈને પાંચમી વાર IPL ટાઇટલ અપાવવામાં સૂર્યકુમાર યાદવનો સિંહફાળો રહ્યો હતો.

સૂર્યકુમાર યાદવનો જન્મ મુંબઈમાં થયો

IPL બાદ સૂર્યકુમાર યાદવ હાલમાં તેના પરિવાર સાથે છે અને તેણે છઠ પર્વ ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું. આ પ્રસંગે તેણે એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેની માતાના આશીર્વાદ લઈ રહ્યો છે. તેણે લખ્યું છે કે હેપ્પી, છઠ પૂજા, માતાના આશીર્વાદ.
સૂર્યકુમાર યાદવનો જન્મ મુંબઈમાં થયો છે પરંતુ તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશનના વારાણસીમાં છે. પૂર્વાંચલનો હોવાને કારણે તે દર વર્ષે છઠનું મહાપર્વ ઉલ્લાસ સાથે મનાવે છે.

READ ALSO

Related posts

શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી

Pravin Makwana

શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….

Ali Asgar Devjani

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!