GSTV

ફ્લાઈટમાં પેપર વર્ક કરતા દેખાયા મોદી: લોકોએ કહ્યું- જો જમીન પર કામ કર્યું હોત તો, આજે હવામાં કામ કરવાની જરૂર ન પડી હોત

Last Updated on September 23, 2021 by Pravin Makwana

પ્રધાનમંત્રી મોદી પોતાના ત્રણ દિવસીય પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ ક્વાડના નેતાઓ સાથે શિખર સંમેલનમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 76મા સત્રને સંબોધન કરશે. પોતાની આ યાત્રા દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી હતી. જેને લઈને લોકોએ કેટલાય પ્રકારની કમેન્ટ કરી હતી.

હકીકતમાં જોઈએ તો, પીએમ મોદીએ ફાઈલોમાં જોતા એક તસ્વીર શેર કરી હતી. જેની સાથે તેમણે લખ્યુ હતું કે, લાંબી ઉડાનનો અર્થ પેપર્સ અને અમુક ફાઈલ વર્કનું કામ કરવાનો મોકો મળે છે. તેમની આ તસ્વીર સો. મીડિયા પર વાયરલ થવા લાગી હતી. અમુક લોકો તેમના આ કામના વખાણ કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો તેની ટીકા કરી રહ્યા છે.

પૂર્વ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે તેમની આ તસ્વીર શેર કરતા તેમની બાજૂમાં રાખેલા એક બેગમાં લાગેલા તાળા પર કટાક્ષ કરતા લખ્યુ કે, અલીગઢવાળુ તાળુ પણ અમેરિકાના પ્રવાસે. @imflura ટ્વિટર હેંડલથી લખાયુ છે કે, જો જમીન પર કામ કર્યું હોત તો આજે હવામાં કામ કરવાની જરૂર ન પડતી.

કોંગ્રેસની નેતા રાધિકા ખેડા લખે છે કે, સર, સર આપ કોંગ્રેસના નેતાથી કેટલા obsessed છો. ફોટો તો ઓરિજિનલ પોઝમાં ખેંચાવો છો. મર જવાન, મર કિસાનની વિચારધારા પર ચાલનારા મોદીજી…પૂર્વ પ્રધાનમંત્રી, કોંગ્રેસ નેતા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના ફોટોની નકલ કરી રહ્યા છો. તો વિચારોની પણ કોપી કરો. જય જવાન, જય કિસાન. કોંગ્રેસ નેતા શ્રીનિવાસે આ તસ્વીર શેર કરતા લખ્યુ છે કે, હવે શું વેચવાના છો.

@sushant_says નામના ટ્વિટર યુઝર્સે લખ્યુ છે કે, એક સિરિયસ સવાલ છે કે પેપર નીચેથી પ્રકાશ કેવી રીતે આવી રહ્યો છે. વાંચવા માટે પ્રકાશ તો ઉપરથી આવવો જોઈએ. @ShyamMeeraSingh ટ્વિટર અકાઉન્ટથી લખ્યુ છે કે, આખી દુનિયા અંગુઠો અને બાજૂની આંગળીની પેન પકડે છે. ફક્ત મોદી એકલા જ એવા છે, બે આંગળી વચ્ચે પેન ફસાવીને લખે છે. આપ સાચુ કહેતા હતા કે કોઈ વિશ્વાસ નહીં કરે કે આપ દશથી વધારે નથી ભણ્યા. સાચુ કહીએ તો મને તો દશમાં ધોરણમાં પણ કોઈ શંકા જાય છે.

આ બાજૂ ભાજપના નેતાઓ અને મંત્રીઓએ આ તસ્વીર શેર કરતા લખ્યુ છે કે, પ્રધાન સેવકનું આ કામ જોઈને આપણને બધાને ગર્વ થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!