GSTV

અંગ્રેજોની હવે ખેર નથી! ટીમ ઇન્ડિયામાં થશે રોહિત શર્માના આ ‘ખાસ’ની એન્ટ્રી, રનના ખડકલા કરવામાં છે ઉસ્તાદ

ઇન્ડિયા

Last Updated on February 17, 2021 by Bansari

મુંબઇના પ્રતિભાશાળી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝમાં મોકો મળી શકે છે. સિલેક્ટર્સ ટી20 વર્લ્ડ કપ પહેલા તેને અજમાવવાનો વિચાર કરી રહ્યાં છે. સૂર્યકુમાર યાદવે તાજેતરના સમયમાં ટી20 ફોર્મેટમાં કમાલનું પ્રદર્શન કર્યુ છે. તે વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ટી20 ટીમમાં સિલેક્ટ થવા માટે દાવેદાર હતો. પરંતુ ત્યારે તેની અવગણના કરવામાં આવી હતી. જો કે હવે ઇંગ્લેન્ડ સામે પાંચ ટી20 મેચની સીરીઝમાં સૂર્યકુમાર યાદવનું નામ ટીમ ઇન્ડિયામાં આવવાની સંભાવના છે. સિલેક્ટર્સ ટી20 વર્લ્ડ કપ પહેલા 20 ખેલાડીઓનું કોર ગ્રુપ બનાવવા માંગે છે.

સાથે જ સંજૂ સેમસનને કદાચ જ ઇંગ્લેન્ડ સામેની સીરીઝમાં તક મળે. આઇપીએલમાં તેણે અનેક કમાલની ઇનિંગ્સ રમી પરંતુ ટીમ ઇન્ડિયામાં તે સાત મેચમાંથી એક વાર પણ છાપ છોડી શક્યો નહીં. સાત ઇનિંગ્સમાં તે ફક્ત 83 રન બનાવી શક્યો. બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું કે, કેએલ રાહુલ વિકેટ કીપિંગની જવાબદારી સંભાળશે. ઋષભ પંત પણ ફોર્મમાં છે. તેવામાં સંજૂ સેમસનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. સૂર્યાએ આઇપીએલ 2020માં 16 મેચમાં 40ની સરેરાશથી 480 રન બનાવ્યા હતાં. આ દરમિયાન તેણે ચાર અડધી સદી ફટકારી અને તેના બેટમાંથી 145ની સ્ટ્રાઇક રેટ નીકળી. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં તે આ સીઝનમાં સાતમા નંબરે રહ્યો.

ઇન્ડિયા

સતત ત્રણ આઇપીએલ સીઝનમાં 400થી વધુ રન બનાવી ચુક્યો છે સૂર્ય

મુંબઇ માટે તેણે સતત ત્રીજા વર્ષે એક સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા છે. તે એકમાત્ર અનકેપ્ડ પ્લેયર છે જેણે આ કારનામુ કર્યુ. અનકેપ્ડ ખેલાડીનો અર્થ છે જે ટીમ ઇન્ડિયા માટે નથી રમ્યો. મુંબઇ ઇન્ડિયન્સે સૂર્યાને આઇપીએલ 2018 પહેલાના ઓક્શનમાં ત્રણ કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની પહેલા સૂર્યા કેકેઆર સાથે હતો. જો કે વર્ષ 2012માં તેણે મુંબઇ સાથે જ આઇપીએલ ડેબ્યૂ કર્યુ હતું. પરંતુ તે કેકેઆર સાથે જોડાઇ ગયો.

ઇન્ડિયા

ઘરેલૂ ક્રિકેટમાં રનનો ખડકલો

આઇપીએલ 2018માં મુંબઇ સાથે આવ્યા બાદથી સૂર્યએ સતત રન બનાવ્યા છે. આઇપીએલ 2018માં 14 મેચમાં 512, 2019માં 424 અને હવે 480 રન. એટલે કે ત્રણ વર્ષમાં 1416 રન. આ બેટિંગના કારણે સૂર્યએ ઘણીવાર ટીમ ઇન્ડિયા માટે દાવેદારી નોંધાવી પરંતુ તેને તક ન મળી. સૂર્યકુમાર યાદવે ગત એક-બે વર્ષમાં આઇપીએલ સાથે જ ઘરેલૂ ક્રિકેટમાં પણ રનોનો વરસાદ કર્યો છે. વિજય હજારે ટ્રોફી 2019માં તેણે ચાર ઇનિંગ્સમાં 113ની સરેરાશ અને 155ના સ્ટ્રાઇક રેટથી 226 રન ફટકાર્યા હતા. આ જ રીતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે મુંબઇ માટે 10 મેચોમાં 56ની સરેરાશ અને 169ના સ્ટ્રાઇક રેટથી 391 રન બનાવ્યાં હતાં.

Read Also

Related posts

સંશોધન / પ્લાસ્ટિક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાંના કેમિકલ્સ કરી શકે છે મેદસ્વીતા અને વજનમાં વધારો, અભ્યાસમાં થયો ચોંકાવનાર ખુલાસો

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!