GSTV
Gujarat Government Advertisement

148 વર્ષ પછી આજે શનિ જયંતી અને સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ, જાણો ગ્રહણ સંબંધિત તમામ જાણકારી

Last Updated on June 10, 2021 by Zainul Ansari

૧૦ જૂને વૈશાખ વદ અમાસના દિવસે અનોખો સંયોગ છે. આ દિવસે મહત્વની ખગોળીય અને ધાર્મિક ઘટના ઘટી રહી છે. આ દિવસે ચાલુ વર્ષ ઈ.૨૦૨૧નું સૂર્યગ્રહણ યોજાશે જે કંકણાવૃતિ છે અને ભારતમાં દેખાશે નહીં તો આ જ દિવસે ન્યાયના દેવ અને સૂર્યના પુત્ર શનિદેવની જન્મજયંતિ સૌરાષ્ટ્ર સહિત રાષ્ટ્રભરમાં શ્રધ્ધાપૂર્વક ઉજવાશે.

સૂર્યગ્રહણ

ઉલ્લેખનીય છે કે 148 વર્ષ પછી આજે શનિ જયંતી અને સૂર્ય ગ્રહણનો અંદભૂત સંયોગ બનવા જઇ રહ્યો છે. શનિ જયંતી પર સૂર્ય ગ્રહણનો યોગ અંદાજે 148 વર્ષ બનવા જઇ રહ્યો છે. અગાઉ શનિ જયંતિ પર સૂર્ય ગ્રહણ 26 મે 1873નો રોજ થયું હતું. જણાવી જઇએ કે સૂર્ય અને શનિવ દેવ પિતા-પુત્ર છે અને પૌરાણિક માન્યતા છે કે બંનેમાં મતભેદ રહ્યા છે.

આ વખતે આ જ દિવસે ન્યાયના દેવતા શનિદેવ જયંતિ પણ ઉજવાશે. સૌરાષ્ટ્રમાં અનેક શનિ મંદિરો આવેલા છે અને ધર્મસ્થાનોએ જાહેર કાર્યક્રમોની હાલ કોરોના કાળમાં સરકારે મનાઈ ફરમાવી છે ત્યારે લોકો શનિદેવની ઘરે રહીને પૂજા-પાઠ કરશે. પુરાણો-શાસ્ત્રો અનુસાર શનિદેવ સૂર્યના પુત્ર છે, વૈજ્ઞાનિક રીતે પણ સમસ્ત સૃષ્ટિના પ્રાણ સૂર્ય ગણાય છે. શાસ્ત્રો અનુસાર મૃત્યુના દેવતા યમરાજ, મનુ, મહાભારત કાળના મહાપ્રતાપી કર્ણ, રામાયણ કાળના સુગ્રીવ વગેરે સૂર્યપુત્ર જ ગણાય છે. શનિની પનોતી અંગે આમ મનુષ્યોમાં વ્યાપક માન્યતાઓ રહેલી છે પરંતુ, શાસ્ત્રો અનુસાર શનિદેવ સારા વિચાર,વાણી,વર્તનનું હંમેશા સારુ ફળ આપે છે અને એ જ રીતે પાપકર્મ માટે દંડ કરે છે.

શનિ

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમા આવી જાય ત્યારે ધરતી પર સૂર્યના કિરણો પહોંચતા નથી અને ચંદ્રની છાયા પડે છે જે સૂર્યગ્રહણ કહે છે. આ ખગોળીય ઘટના દર વર્ષે થાય છે. ભારતીય સમય મૂજબ બપોરે ૧.૪૨ વાગ્યે ગ્રહણ શરુ થશે, બપોરે ૪.૧૧ મિનિટે મધ્ય સમય અને સાંજેૈ ૬.૪૧ મિનિટે મોક્ષ થશે. પરંતુ, આ ગ્રહણ ભારતમાં મોટાભાગે દેખાશે નહીં અને તે કારણે ભારતમાં તેનું સૂતક નહીં લાગે તેમ મનાય છે. વિજ્ઞાન જાથા અનુસાર મૃગશીર્ષ નક્ષત્રમાં અને વૃષભ રાશિમાં થનારું આ સૂર્યગ્રહણ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયા, કંકણ જેવી આકૃતિમાં દેખાશે જ્યારે અમેરિકાના ઉત્તર ભાગ, યુરોપ, એશિયામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મ્યું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!