GSTV

સર્વેક્ષણ બાદ સી-વોટરની ભવિષ્યવાણી: ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો રહેશે દબદબો

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

એક ખાનગીનયુઝ ચેનલ સાથે સી-વોટરએ મતદાતાઓના મૂડને ચકાસવા માટે એક સર્વે હાથ ધર્યો હતો જે આગામી સમયમાં આવનાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેનો કાર્યકાળ આગામી 22 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.

યોગી

ઉત્તર પ્રદેશ સર્વેક્ષણ: ઉત્તર પ્રદેશમાં યોગી  આદિત્યનાથના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારના લગભગ ચાર વર્ષના શાસન બાદ મતદાતાઓના મૂડને તપાસવા માટે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો.

વર્તમાનમાં, યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબા સમય માટે પ્રદેશમાં શાસન કરનાર મુખ્યમંત્રી છે જેમનો કાર્યકાળ પ્રસંશનીય ઊંચાઈઓ અને  નિરાશાજનક ચઢાણથી ઓછી નથી. 2017માં ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજ ઓક્સિજન ટ્રેજેડી, કોરોના મહામારી, 2020માં હાથરસ ગેંગરેપ કેસ અને તેવા અનેક મુદ્દાઓમાં આદિત્યનાથ જ્યારથી ભાજપના સત્તામાં આવ્યા બાદ માર્ચ 2017માં મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારથી જ તેઓ વિપક્ષના રડાર પર હતા.

ઉત્તર પ્રદેશમાં ભાજપનો વોટ શેર

સર્વેક્ષણ મુજબ, મુખમંત્રી યોગી યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકાર આજે પણ મતદાતાઓની સૌથી વધુ પસંદ છે. 2021ના મનુમાનોથી ખ્યાલ આવે છે કે ભાજપને આજની ચૂંટણીમાં 41% વોટ મળી શકે છે.

2017ના વિધાનસભા ચૂંટણીમાં ભગવા પાર્ટી 41.4 % વોટ શેર મેળવી એક વિશાલ જનાદેશ મેળવવામાં સફળતા મેળવી શકે છે. દેતા ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપના વોટ શેરમાં સામાન્ય ઘટાડો દર્શાવે છે.

માર્ચ 2021માં યોજાયેલ સર્વેક્ષણમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અને કોંગ્રેસ સહીત લિપાક્ષી દળો માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે.

વિપક્ષના વોટશેર

સર્વેક્ષણમાં ઉત્તરપ્રદેશમાં વિપક્ષી દળો માટે ખરાબ સમાચાર છે. સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે અખિલેશ યાદવની આગેવાની વાળી સમાજવાદી પાર્ટી (સપા)ને 24.4% વોટશેર મળી શકે છે. જે ગત 2017ની ચૂંટણી કરતા 2.4% વધુ છે. 2017ની ચૂંટણીમાં સપાને 20% વોટ મળ્યા હતા. તો, માયાવતીની બહુજન સમાજ પાર્ટીને 20.8% જે 2017ના પરિણામો કરતા ઓછો છે. 2017માં બસપાને 22.2% વટ મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!