GSTV

જનતાનો મૂડ: જો હાલમાં લોકસભાની ચૂંટણી થાય તો શું થશે મોદી સરકારનું… આ રહ્યા ચોંકાવનારા પરિણામ

કેન્દ્રની મોદી સરકારને બીજી વાર સત્તામાં આવ્યાને એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. મે 2019માં આવેલા ચૂંટણી પરિણામમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ શાનદાર જીત મેળવી એક વાર ફરી સત્તામાં આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલો ફેરફાર થયો તે જાણવા માટે એક સર્વે હાથ ધરાયો હતો.

તો ભાજપને…

આ સર્વેમાં જે રીતે ખુલાસો થયો છે, તે જોતા તો એવુ લાગે છે કે, જો આજના સમયમાં ચૂંટણી થાય તો, ભાજપ પોતાના દમ પર બહુમતી તો મેળવવા સફળ રહેતી પણ 2019ની સરખામણી પરિણામમાં ચોક્કસ ફેરફાર જોવા મળતા, જે પ્રમાણે હાલનું પ્રદર્શન છે, તે જોતા ભાજપ તો ઠીક પણ એનડીએની સીટોની સંખ્યા પણ ઘટતી જોવા મળતી.

સીટો ઘટી જાય…

આ સર્વે દેશના 19 રાજ્યોમાં 97 સંસદીય અને 194 વિધાનસભાનો છે. આ સર્વે 15 જૂલાઈથી 27 જૂલાઈની વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે જોઈએ તો, 543 લોકસભા સીટોમાંથી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએને 42 ટકા મતની સાથે 316 સીટો મળતી, જ્યારે ભાજપ એકલા દમ પર 36 ટકા મત સાથે 283 સીટો જીતી શકે.

એનડીએને 37 સીટ ખોવાનો વારો આવે

2019ની લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો, એનડીએને 353 જ્યારે ભાજપને પોતાના દમ પર 303 સીટ મળતી. આમ આ રીતે ગત ચૂંટણીની સરખામણીએ એનડીએને 37 સીટનું નુકસાન થાત. તો વળી ભાજપને પણ 20 સીટોનું ભારે નુકસાન વેઠવાનો વારો આવતો.

કોંગ્રેસને 3 સીટ ખોવી પડે

આ સર્વે પ્રમાણે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી યુપીએને 27 ટકા મત સાથે 93 સીટો મળતી. કોંગ્રેસ પોતાના દમ પર 19 ટકા મત સાથે 49 સીટો જીતી શકતી. આવી જ રીતે કોંગ્રેસને 2019માં લોકસભાની ચૂંટણીની તુલનામાં 3 સીટોનું નુકસાન વેઠવુ પડત. જો કે, યુપીએની બે સીટો વધી જાત. કોંગ્રેસને 2019માં 52 સીટો મળી હતી, જ્યારે યુપીએના ખાતામાં 91 સીટ આવી હતી.

એનડીએ અને યુપીએ

ભાજપના નેતૃત્વની સાથે એનડીએની સાથે અકાલી દળ, જેડીયુ, એલજેપી,એઆઈએમડીએમકે, આજસૂ, અપના દલ, આરએલપી, ડીએમડીકે, અસમ ગઢ પરિષદ સહિત પૂર્વોતરના એઆઈએનઆરસી, બીડીજેએસ, બીપીએફ,કેઈસી, એનડીપીપી અને એનપીએફ જેવા પક્ષ છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની સાથે ડીએમકે, આરએલડી, એનસીપી, જેએમએમ, જેડીએસ, જેવીએમ, આઈયૂએમએલ, નેશનલ કોંન્ફ્ર્ન્સ, આરએલએસપી સહિત નાના પક્ષ સામેલ છે.

સ્વતંત્ર પક્ષનો દબદબો

દેશમાં કેટલાય એવા નાના પક્ષ છે જે, ન તો ભાજપ સાથે છે ન તો કોંગ્રસ સાથે. અન્ય પાર્ટીઓના ખાતામાં 31 ટકા મતની સાથે 134 સીટો જઈ શકે છે. અન્ય દળમાં સપા, બસપા, ટીએમસી, આમ આદમી પાર્ટી, પીડીપી, એયુડીએફ, આરએલડી, ટીઆરએસ,બીજેડી, વાઈએસઆર કોંગ્રેસ, ટીડીપી સહિત તમામ ડાબેરી પક્ષો.

અહીં મહત્વની વાત તો એ છે કે, ભાજપ અને કોંગ્રેસને છોડી અન્ય પક્ષને સંયુક્ત રીતે 45 ટકા મત સાથે હાઈએસ્ટ 211 સીટો મળી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતને મોંઘેરી ભેટ/ 250 ઈ બસ ચલાવવા આપી દીધી મંજૂરી, પ્રદૂષણ ઘટશે અને બળતણ નહીં વપરાય

Dilip Patel

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ફસાયા ખેડૂતો/ મમતાએ કરેલી જાહેરાત મોદી સરકારને મંજૂર નથી !

Dilip Patel

મોટા સમાચાર/ તહેવારોની સિઝનમાં સૌથી મોટુ રાહત પેકેજ આપવા જઈ રહી છે મોદી સરકાર, આ વસ્તુ પર રહેશે ફોકસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!