GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આ જિલ્લાના કેટલાક શિક્ષકોએ શિક્ષણની ગુણવત્તા સુધારવાનું બીડું ઝડપ્યું

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તેના માટે સરકાર પ્રયાસ કરે કે ન કરે. પરંતુ મહેસાણા જિલ્લાના કેટલાક શિક્ષકોએ શિક્ષણની ગુણવત્તા સુધારવાનું બીડું ઝડપ્યું છે. શિક્ષકોએ ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં વિદ્યાર્થીઓ હોંશિયાર બને તે માટે 2 અનોખા પુસ્તક તૈયાર કર્યા છે. આ પુસ્તકની મદદથી વિદ્યાર્થીઓ અઘરા લાગતા આ બંને વિષયોમાં અવ્વલ બની શકશે.

સામાન્ય રીતે બાળકોને ગણિત અને વિજ્ઞાન ખૂબ અઘરા વિષય લાગતા હોય છે. ત્યારે આ બંને અઘરા વિષયો બાળકો સહેલાઇથી શીખી શકે તે માટે મહેસાણાના શિક્ષકોએ નવતર પ્રયોગ કર્યો છે. મહેસાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષકોએ ગણિત સજ્જતા અને વિજ્ઞાન સજ્જતા નામના બે પુસ્તકો તૈયાર કર્યા છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બંને પુસ્તકો ખૂબ ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ આ પુસ્તકોની મદદથી બંને અઘરા વિષયો એકદમ સહેલાઇથી શીખી શકશે.

મહેસાણા જિલ્લાના શિક્ષકોના સહિયારા પ્રયાસો અને કોઠાસૂઝથી ગણિત સજ્જતા અને વિજ્ઞાન સજ્જતા પુસ્તકો તૈયાર થયા છે. ગણિતના પુસ્તકમાં સરળ પદ્ધતિથી દાખલા સમજાવાયા છે. તો વિજ્ઞાનની અઘરી વાતોને પણ આકૃતિની મદદથી સમજાવાઇ છે. મહેસાણા જિલ્લાની શાળાઓમાં પાઠ્યપુસ્તક ઉપરાંત આ બંને પુસ્તકોની મદદથી ભણાવાય છે. અને આ બંને પુસ્તકો વિદ્યાર્થીઓમાં પણ લોકપ્રિય બની રહ્યા છે.

ગણિત અને વિજ્ઞાન બંને વિષયો વિદ્યાર્થીઓ માટે આમ તો પડકારજનક હોય છે. પરંતુ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ નવતર પ્રયોગથી ગણિત, વિજ્ઞાનના કોયડાઓ પણ આસાનીથી ઉકેલાશે અને વિદ્યાર્થીઓ પણ આ બંને અઘરા વિષયોમાં અવ્વલ બની શકશે.

Related posts

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel

પીએમ મોદી જવાનોને કયાં મળ્યા? : કારણ કે એ હોસ્પિટલ તો નહોતી, વિવાદ એટલો વધ્યો કે રક્ષા મંત્રાલયે કર્યો આ ખુલાસો

Harshad Patel

કેટલીકવાર અભિનય ભાવનાત્મક રીતે થકવી દેતો હોય છે: નિત્યા મેનન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!