GSTV

સર્વેમાં થયો મોટો ખુલાસો/ ડ્રાઈ સ્ટેટ હોવા છતાં પણ આ રાજ્યના લોકો ખૂબ પીવે છે દારૂ, જાણો ગુજરાતમાં કેટલા છે બંધાણીઓ

Last Updated on December 17, 2020 by Pravin Makwana

દારૂનું સેવન કરવામાં આમ જોવા જઈએ તો, મોટા ભાગના રાજ્યોમાં નશેડીઓ મળી જશે, પણ હાલમાં જ થયેલા એક સર્વેમાં અમુક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. બિહારમાં 2016માં નીતિશ કુમારની સરકાર બની તો તેમણે રાજ્યમાં દારૂબંધી કરી દીધી. જો કે, બિહારમાંથી દારૂના સેવન સાથે જોડાયેલા અમુક એવા આંકડાઓ સામે આવ્યા છે, જેનાથી નીતિશ કુમાર ખુદ હલી જશે. ડ્રાઈસ્ટેટ જાહેર થયા બાદ બિહારના લોકો મહારાષ્ટ્ર કરતા પણ વધારે દારૂ ઢીંચવા લાગ્યા છે. આ ખુલાસો રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2019-20માં થયો છે.

આ સર્વેમાં બતાવવામાં આવ્યુ છે કે, બિહારના પુરૂષોમાંથી લગભગ 15.5 ટકા લોકો દારૂનું સેવન કરે છે. જેમાંથી 15 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના લોકો સામેલ છે. સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, બિહારના ગામડાઓમાં શહેરો કરતા વધારે દારૂ પિવાય છે. હકીકતમાં જોઈએ તો, બિહારમાં શહેરી વિસ્તારોમાં 14 ટકા લોકો દારૂનું સેવન કરે છે, જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં આ આંકડો 15.8 ટકાનો છે. બિહારમાં આ આંકડો નવાઈ પમાડે એવો એટલા માટે છે કેમ કે, ત્યાં 2016 એપ્રિલથી દારૂબંધી કરી દીધી છે.

આ સર્વે દ્વારા જાણવા મળ્યુ છે કે, પુરૂષો દ્વારા પિવાતા દારૂના મામલે બિહાર બાદ બીજા નંબરે મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 13.9 ટકા પુરૂષો દારૂ પીવે છે. જ્યારે 15 વર્ષ અને તેના કરતા મોટી ઉંમરના લોકો તેમાં સામેલ છે.

જો મહિલાઓના દારૂ પિવાની વાત કરીએ તો, મહારાષ્ટ્ર અને બિહારના આંકડા એક સરખા જ છે. જો કે, ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં આ આંકડામાં મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં બિહારના શહેરી વિસ્તારો કરતા મહિલાઓ દ્વારા દારૂનું ઓછુ સેવન થાય છે. બિહારના શહેરી વિસ્તારોમાં 0.5 ટકા જ્યારે મહારાષ્ટ્રમાં શહેરી વિસ્તારમાં 0.3 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં બિહારની સરખામણીએ વધારે દારૂનું સેવન કરે છે. મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં 0.5 ટકા મહિલાઓ દારૂ પીવે છે. જ્યારે બિહારમાં આ આંકડો 0.4 ટકા છે. દેશમાં સૌથી વધારે દારૂનું સેવન કરવામાં સિક્કિમની મહિલાઓ આગળ છે. જ્યાં 16.2 ટકા મહિલાઓ દારૂ પીવે છે. જ્યારે 7.2 ટકાના નંબર સાથે આસામ બીજા નંબરે છે.

જ્યારે દેશ લેવલે વાત કરીએ તો, સૌથી વધારે દારૂનું વેચાણ તેલંગણામાં થાય છે. અહીં કુલ વસ્તીની સંખ્યામાં 43.3 ટકા લોકો દારૂ પીવે છે. રોચક વાત એ છે કે, પાર્ટીઓ માટે વખણાતા ગોવા આ મામલે ક્યાય પાછળ છે. અહીં ફક્ત 36.9 ટકા લોકો જ દારૂ પીવે છે. જ્યારે ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં દારૂ પીવાવાળા લોકોનો આંકડો ઘણો ઓછો છે. અહીં ગુજરાતમાં 5.8 ટકા લોકો, જ્યારે જમ્મુ કાશ્મીરમાં 8.8 ટકા લોકો દારૂ પીવે છે.

READ ALSO

Related posts

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડટ થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!