દક્ષિણ ભારતમાં અને મુસ્લિમોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી હોવાનું એક સર્વેમાં ખુલાસો થયો છે. દક્ષિણ ગુજરાતમાં સત્તાઓ પલટાવી એ મોદી અને ભાજપ માટે સરળ નથી. અહીં મમતા સહિતની સ્થાનિક પાર્ટીઓ ભાજપને ટક્કર આપી શકે છે.

દક્ષિણ ભારતમાં નથી મોદી લોકપ્રિય
એક ટીવી ચેનલે કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ પાસે કરાવેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતા દક્ષિણ ભારતમાં સૌથી ઓછી એટલે કે 63 ટકા હતી. વડા પ્રધાન અને શાસક પક્ષ એનડીએ માટે ચિંતાનો વિષય બની રહે એવું તારણ એ હતુ્ં કે મુસ્લિમો આજે પણ એમના દેખાવથી નારાજ હતા. અન્ય કોમો અને સમૂહોની તુલનાએ મુસ્લિમો તરફથી મોદીને ખૂબ ઓછું રેટિંગ મળ્યું હતું.

મોદી સરકારની લોકપ્રિયતા ઘટી
કાર્વીએ મૂડ ઑફ ધ નેશન (રાષ્ટ્રનો મિજાજ) વિષય પર એક સર્વે હાથ ધર્યો હતો. ચીન સાથે સરહદી વિવાદ, પાકિસ્તાન સાથેના સંબંધો, જમ્મુ કશ્મીર, કોરોનાનો સામનો વગેરે બાબતોમાં ભલે નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ થયા હોય, દક્ષિણ ભારતમાં અને મુસ્લિમોમાં વડા પ્રધાનની લોકપ્રિયતા ઘટી ગઇ હતી.

સર્વેમાં આ મુદ્દા પર કરાયું ધ્યાન કેન્દ્રિત
જો કે સર્વેમાં એક મુદ્દો સ્વીકારાયો હતો કે બીજી વાર સત્તા પર આવવામાં વડા પ્રધાનને હિન્દુત્વનો એજન્ડા ખૂબ ઉપયોગી નીવડ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘનો ટેકો પણ એમાં કામ લાગ્યો હતો. સર્વે મુજબ મોદી શાસનની બે સૌથી મોટી સિદ્ધિ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા આપેલો ચુકાદો અને કશ્મીરમાં 370 મી કલમ રદ કરવાની હતી. આ બંને મુદ્દા લાંબા સમયથી ભાજપ અને સંઘ પરિવારની કામની યાદીમાં સામેલ હતા.
આ બાબતોમાં પીએમ મોદી લોકપ્રિય
આ સર્વેનું તારણ એ હતું કે હાલ તુરત મોદી સરકાર પર કોઇ જોખમ નથી. નિષ્ણાતોના કહેવા મુજબ મોદીની લોકપ્રિયતા અમુક તમુક મુદ્દાપર આધારિત નક્કી નથી થતી. 370મી કલમ રદ કરવા ઉપરાંત બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી બાબતોએ એક નેતા તરીકે તેમની પ્રતિમા સુદ્રઢ કરી હતી. જો કે માત્ર 38 ટકા લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીવાર વડા પ્રધાન બનવા જોઇએ. આથી વધુ સર્વેની કોઇ વિગત ઉપલબ્ધ નહોતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો