GSTV
Home » News » ‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,

‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,

ફિલ્મ હેટ સ્ટોરી 2 ની અભિનેત્રી સૂરવીન ચાવલાએ પુત્રીને જન્મ આપ્યો છે. સુરવીને તેની ગર્ભાવસ્થાના સમયગાળાને બહુજ આંનદથી માણી રહી હતી. ત્યારે તેણે આ ખાસ ક્ષણોનાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટા શેર કર્યા છે. જ્યારે અભિનેત્રીએ પુત્રીનું નામ ઇવા રાખ્યું છે. જ્યારે અભિનેત્રીએ તેના લગ્નને બે વર્ષ સુધી છુપાવ્યા હતા.

પુત્રીનાં જન્મ પર અભિનેત્રીએ જણાવ્યું કે આ યાદગાર પળોને શબ્દોમાં કહેવું એ મારા માટે બહુજ મુશ્કેલ છે. પરંતુ હું તેને મહેસુસ એટલે એનો આંનદ વ્યક્ત કરી રહી છું. અમે બધા બહુજ ખુશ છીએ. જ્યારે સુરવીને વર્ષ 2015માં અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓએ આ લગ્ન લોકોથી બે વર્ષથી છુપાવ્યા હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં સુરવિને વર્ષ 2017 માં લગ્નના ફોટાને શેર કરીને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

સુરવિન એક ટીવી અભિનેત્રી હતી, અને ત્યારબાદ તેણીએ બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ટેલિવિઝન પછી બોલીવુડમાં પગ મૂકવાવાળી અભિનેત્રી સુરવિન ચાવલા પોતાની ગર્ભાવસ્થા વિશે ઘણી ચર્ચામાં રહી હતી. તેના ઘણા નવા ફોટા જાહેર થયા હતા. જેમાં એક ફોટો બેબી શાવરનો હતો. ત્યારે આ ફોટોઝમાં તે પરંપરાગત વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાય છે. સોશ્યલ મીડિયા પર સુરવિન ચાવલાએ ખુદ પોતાના બેબી શાવરની તસવીરો શેયર કરી હતી.

ત્યારે આ ઉજવણી દરમિયાન તે સાડીમાં જોવામાં આવી હતી. સુરવિને ગુલાબી બ્લાઉઝ સાથે સોનેરી પીળી રંગની સાડી પહેરી હતી. જેમાં તેણી પરી કરતાં ઓછી નહોતી લાગતી. તેણે પોતાના દેખાવને પરિપૂર્ણ કરવા માટે, સુરવિને માંગ નિકાળીને જુડો બનાવ્યો હતો. આ ઉપરાંત, તેણીએ ભારે જ્વેલરી સાથે કપાળ પર એક નાની બિંદી લગાવી હતી. તે બિંદીથી તેણીનો દેખાવ પર ચાર ચાંદ લાગી રહ્યો હતો.

બહુ ઓછા લોકોને ખબર હશે કે લગ્ન પહેલાં તેણીનું નામ શ્રીસંત સાથે જોડાયેલું હતું. ત્યારે બન્નેની પહેલી મુલાકાત 2008માં એક રિયાલિટી શો “એક ખિલાડી એક હસીના”ના સેટ પર થઈ હતી. ત્યારે આ શો દરમિયાન બંનેની મિત્રતા ખૂબ આગળ વધી હતી. બંને જણા સાથે મળીને હેંગઆઉટ્સ કરતા ઘણીવાર જોવા મળ્યા હતા, પરંતુ 2009થી સુરવિને શ્રીસંતે થી અંતર બનાવ્યું હતું.

READ ALSO

Related posts

ગાજીપુરમાં બસપાને બદલે ભાજપને મત આપનારી મહિલાની પતિએ કરી હત્યા

Dharika Jansari

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel

આ 6 ફિલ્મી કલાકારોનું દાવ પર છે ભવિષ્ય, એક્ઝિટ પોલે આશા જન્માવી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!