GSTV

Hate Story-2ની બોલ્ડ એક્ટ્રેસ સુરવીન ચાવલા સામે 40 લાખની છેતરપિંડીનો કેસ

Last Updated on May 5, 2018 by Bansari

ટીવી અને ફિલ્મી દુનિયાની બોલ્ડ એક્ટ્રેસ સુરવીન ચાવલા પર છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પંજાબના હોશિયારપુરમાં પોલીસે સુરવીન અને તેના પતિ અક્ષય ઠક્કર સહિત તેના ભાઇ મનવિંદર ચાવલા સામે આઇપીસીની ધારા 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર હોશિયારપુર નિવાસી સતપાલ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે નિલ બટે સન્નાટાની શુટિંગ દરમિયાન તેણે 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું પરંતુ ફિલ્મની રિલિઝ બાદ સુરવીન, તેના પતિ અને તેના ભાઇએ તેના નાણા પરત કર્યા નહી.

સૂત્રોએ જણાવ્યા અનુસાર સુરવીન ચાવલાએ ફિલ્મ પ્રોડ્યુસર સતપાલ ગુપ્તા સાથે મીટીંગ કરી હતી જે પછી પ્રોડ્યુસર ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયાર થયા હતાં. ફિલ્મ પ્રોડ્યુસરનો આરોપ છે કે નાણા આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રિલિઝ થયા બાદ નાણા ડબલ કરીને આપવામાં આવશે. પરંતુ ફિલ્મ રિલિઝ થયા બાદ સુરવીન અને તેના પતિએ પ્રોડ્યુસરને મળવાથી ઇનકાર કરી દીધો હતો. આ મામલે હવે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરવીન અનેક પંજાબી હિટ્સ અને પંજાબી ફિલ્મોમાં જોવા મળી છે. આ ઉપરાંત તે ટીવી સિરિયલ્સ અને રિયાલીટી શૉમાં પણ જોવા મળી છે. છેલ્લે તે હેટ સ્ટોરી-2 ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ સુરવીન ચર્ચામાં આવી હતી.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!