બેબી બંપની સાથે સુરવીન ચાવલાએ કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ગ્લેમરસ તસ્વીરો

બૉલીવુડ અભિનેત્રી સુરવીન ચાવલાના ઘરે બાળકનો અવાજ સાંભળવા મળવાનો છે. હાલમાં જ સુરવીને ફોટોશૂટ કરાવ્યુ છે. જેની તસ્વીરો તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરોમાં તેઓ રેડ કલરના ગાઉનમાં ખૂબ ગ્લેમરસ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તસ્વીરોમાં તેમનો બેબી બંપ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

સૂરવીન પોતાની પ્રેગન્નસીને ખૂબ એન્જોય કરી રહી છે અને સાથે જ ફેશનનું પણ ધ્યાન રાખી રહી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં સૂરવીનના કાતિલ અંદાજની સાથે તેની કામણગારી અદાઓ પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ 2015માં અક્ષય ઠક્કર સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતાં. બાદમાં 2017માં તેમણે પોતાના લગ્નનું રહસ્ય ખોલ્યુ હતું. જણાવાઈ રહ્યું છે કે સુરવીન એપ્રિલમાં બાળકને જન્મ આપી શકે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સીરિયલ સિવાય સુરવીન હેટ સ્ટોરી 2માં લીડ અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter