GSTV

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Last Updated on June 12, 2021 by Harshad Patel

ક્વાડ દેશના સમૂહની વાત આવતા ચીનની ચિંતા એટલા માટે વધી છે. કેમ કે, ચીન દુનિયાના વિરોધી દેશોથી ઘેરાઈ રહ્યું છે. ચીનને ડર છે કે, અમેરિકાની દખલ એશિયાઈ દેશમાં વધશે તો એશિયામાં ચીનની તાકાત પર તેની અસર પડશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સને ઓક્ટોબર 2020માં લી જિમિંગે આપેલા એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, અમેરિકા સતત એવા પગલા ભરી રહ્યુ છે. જેની પાછળ અમેરિકાના ઈરાદા સારા નથી.

કોવિડ-19ની મહામારી દરમ્યાન ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો

અમેરિકા એવા પ્રયાસ કરી રહ્યું છે કે, બાંગ્લાદેશને ચીન વિરોધી દેશોમાં સામેલ કરવામાં આવે. લી જિમિંગનો આ ઈશારો તત્કાલિન અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરની બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે ફોન પર થયેલી વાતચીત તરફ હતો. આ વાતચીતના એક મહિના પછી અમેરિકાના પૂર્વ નાયબ સંરક્ષણ પ્રધાન સ્ટીફન બિગન બાંગ્લાદેશના પ્રવાસે આવ્યા હતા. ગ્લોબલ ટાઈમ્સના ઈન્ટરવ્યૂમાં લી જિમિંગે એવું પણ જણાવ્યુ હતુ કે, કોવિડ-19ની મહામારી દરમ્યાન ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો આ સાથે ભારત સાથે સરહદ વિવાદ વચ્ચે બાંગ્લાદેશની આસપાસનો માહોલ બદલાયો છે.

ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંઘે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી

સમગ્ર વિવાદ બાદ એપ્રિલ 2021માં ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંઘે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન બાંગ્લાદેશના મીડિયામાં એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે ચીનના સંરક્ષણ પ્રધાન આ મુલાકાત દરમ્યાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદને જણાવ્યું હતું કે, ચીન આ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ ઈચ્છે છે. જેથી બાંગ્લાદેશ ચીન જેમ કહે તેમ કામ કરે.

બાંગ્લાદેશ પોતાની સેના માટે સૌથી વધારે હથિયાર ચીન પાસેથી ખરીદે

તો બીજી તરફ બાંગ્લાદેશ પોતાની સેના માટે સૌથી વધારે હથિયાર ચીન પાસેથી ખરીદે છે. જેની ટકાવારી 86 ટકાથી વધારે છે. ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંઘે બાંગ્લાદેશને કહ્યું કે, આપણે એવી તાકાત સામે લડવાનું છે જે દક્ષિણ એશિયાઈ વિસ્તારમાં સૈન્ય સંગઠન બનાવી રહ્યુ છે. વેઈ ફેંઘનો આ ઈશારો સીધો અમેરિકા પર હતો. કેમ કે, અમેરિકા બાંગ્લાદેશને સૈન્ય મદદ કરી રહ્યું છે.

અપાચે હેલિકોપ્ટર અને મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે વાતચીત ચાલુ કરી હતી

ઓક્ટોબર 2019માં બાંગ્લાદેશે અમેરિકા પાસેથી અપાચે હેલિકોપ્ટર અને મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે વાતચીત ચાલુ કરી હતી. ઢાકામાં અમેરિકાના દૂતાવાસે એક નિવેદન એવું પણ આપ્યું જેમાં કહેવામાં આવ્યું કે, અમેરિકા બાંગ્લાદેશની સેનાને તમામ મદદ કરશે. સમગ્ર વિવાદ વચ્ચે એવી વાત પણ સામે આવી છે કે, અમેરિકા અને બાંગ્લાદેશ પોતાની ગુપ્ત માહિતી પણ શેર કરી રહ્યા છે. જેના માટે આગામી દિવસોમાં બન્ને દેશ વચ્ચે કેટલીક સમજૂતિ પણ થઈ શકે છે.

હજી સુધી બાંગ્લાદેશે પણ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી

ક્વાડમાં સામેલ થવાના સવાલ પર બાંગ્લાદેશે આપેલી અત્યાર સુધીની પ્રતિક્રિયાનું જો વિશેષણ કરવામાં આવે તો. બાંગ્લાદેશ પોતાની સંતુલિત વિદેશ નીતિ પર ચાલશે. જોકે, જે અંગે હજી સુધી બાંગ્લાદેશે પણ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ત્યારે ક્વાડ દેશના સમૂહની વાત આવતા ચીન બાંગ્લાદેશ સાથે સંબંધ મજબૂત કરવાની કોશિશ તેજ કરી રહ્યુ છે. ચીન એવું ઈચ્છી રહ્યુ છે કે, બાંગ્લાદેશ એવી કોઈ તાકાતનો હિસ્સો ન બને જેનાથી ચીનને નુકસાન થાય. કોરોનાની મહામારી બાદ ચીન સતત ચિંતામાં છે કેમ કે, દુનિયાના મોટા ભાગના દેશ કોરોનાની મહામારી ફેલાવવા માટે ચીનને જવાબદાર માની રહ્યા છે. જેથી વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!