GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

લોકસભામાં મોદી સરકારનો પ્રથમ વિજય, ભારે હંગામા વચ્ચે સરોગસી બિલ થયું પાસ

લોકસભામાં ભારે હંગામા વચ્ચે સરોગસી બિલ મંજૂર થયું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કહ્યુ છે કે જે પણ કોઈ સરોગસીનો વિકલ્પ પસંદ કરવા ચાહતું હોય, તેમણે ઈનફર્ટિલિટીનું સર્ટિફિકેટ 90 દિવસની અંદર રજૂ કરવું પડશે. ભારે હંગામા વચ્ચે બિલ પર સરકારે તમામ સંશોધનોને ધ્વનિમતથી પારીત કર્યા હતા અને તેની સાથે જ બિલ મંજૂર થયું હતું. જો કે ભારે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહીને ગુરુવારે સવારે અગિયાર વાગ્યા સુધી સ્થગતિ કરવામાં આવી છે.

નડ્ડાએ કહ્યુ હતુ કે તમામ સાંસદોએ મહિલા અને બાળકની ગરિમાને ધ્યાનમાં રાખવા માટે પોતાની વાત ગૃહમાં જણાવી છે. તેમણે ક્હયુ છે કે વ્યવસાયિક સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. કાયદા પંચ અને સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય પણ આની સાથે મળે છે. તેની સાથે જ પરિવારમાં બાળકો હોય નહીં. તો આધુનિક વિજ્ઞાનના ઉપયોગથી પરિવારને બાળક મળે તેની વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

લોકસભામાં આરજેડીના સાંસદ જે. પી. યાદવે કહ્યુ છેકે આ બિલ તો સારું છે, પરંતુ તેનો ઉપયોગ પણ યોગ્ય રીતે થવો જોઈએ. બિલ પર કુલ નવ સાંસદોએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો અને બાદમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ ગૃહમાં જવાબ આપ્યો હતો.

Read Also

Related posts

પાયલટના સમર્થનમાં કુદી પડ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, કહ્યુ-કોંગ્રેસને ટેલેન્ટ પર જરા પણ વિશ્વાસ નથી

Pravin Makwana

સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 117 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, ડાકોરમાં નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

ફરી એક વાર ટેસ્ટ થઈ શકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો, બંનેની હાલત સ્થિર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!