GSTV
Home » News » ‘Bigg Boss’માં ફરી સરપ્રાઇઝ એલિમિનેશન, આ બે કન્ટેસ્ટન્ટ થશે બેઘર!

‘Bigg Boss’માં ફરી સરપ્રાઇઝ એલિમિનેશન, આ બે કન્ટેસ્ટન્ટ થશે બેઘર!

બિગ બોસના ઘરમાં છઠ્ઠા અઠવાડિયા પણ ટ્વિસ્ટ જોવા મળી શકે છે. આ સમયે એક નહીં, પણ બે કોન્ટેસ્ટન્ટ બેઘર થઈ શકે છે. બિગ બોસના ‘ખબરી’ અનુસાર, આ અઠવાડીએ અનૂપ જલોટા અને સબા ખાનને જનતાએ સૌથી ઓછા વોટ આપ્યા છે અને આ આધાર પર બંને બેઘર થઈ જશે. અને હા, એક ખાસ વાત. આ સમયે કોઈ સિક્રેટ રૂમમાં નહીં જાય, સીધા પોતાના ઘરે જશે.

તમને જણાવી દઈએ કે બિગ બોસના ઘરમાં આ અઠવાડિયે વાઇલ્ડ કાર્ડમાં બે નવા કન્ટેસ્ટન્ટની એન્ટ્રી થઈ છે. મેધા ધડે અને રોહિત સુચાંતી. કદાચ આ જ કારણથી બિગ બોસ ચાર નોમિનેટિડ સભ્યો (સૃષ્ટિ, સુરભી, સબા અને અનૂપ જલોટા) માંથી બેને બે ઘરમાંથી બેઘર કરી શકે છે.

શ્રીસંત બનશે Villian of The week!

દરેક વીકેન્ડનો વાર એપિસોડમાં સલમાન ખાન ઘરના લોકોના મતદાનના આધાર પર કોઈ એક કન્ટેસ્ટન્ટને ‘વિલન ઓફ ધ વીક’ની પસંદગી કરે છે. ઘરવાળા આખા અઠવાડિયાની પ્રવૃત્તિઓના આધારે કોઈ એકને વિલોન બનાવે છે, ત્યાર બાદ કોઈ એક કન્ટેસ્ટન્ટને ટોર્ચર રૂમમાં મોકલવામાં આવે છે.

Read Also

‘ખબરી’ અનુસાર, આ અઠવાડિયે મોટાભાગના ઘરવાળાઓએ દીપક ઠાકુરને ‘વિલન ઓફ ધ વીક’ બનાવ્યો છે. પરંતુ સલમાન ખાનએ કહ્યું કે આ અઠવાડિયેનો વાસ્તવિક વિલેન દીપક નથી પરંતુ શ્રીસંત છે. પછી શ્રીસંતને ટોર્ચર રૂમમાં જવું પડશે.

Related posts

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!