GSTV

જાગૃત નાગરિકની અજીબોગરીબ ડિમાન્ડ / RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં રખડતા ઢોરને પણ છૂટ્ટા મૂકો, કારણ જાણી ચોંકી જશો

Last Updated on September 18, 2021 by Dhruv Brahmbhatt

જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ એ હદે વધી ગયો છે કે એક જાગૃત નાગરિકે પરિવહન કમિશનરને અરજી કરી છે કે, રાજ્યભરમાં આવેલા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે ટેસ્ટ ટ્રેક ઉપર રખડતા ઢોરને પણ છૂટ્ટા મુકી દેવામાં આવે જેથી શરૂઆતથી જ વાહન ચાલકને તેની આદત પડી જાય.

cattle-on-public-roads

વડોદરામાં છેલ્લાં ૧૫ દિવસમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના ૮૦થી વધુ બનાવ બન્યા

અરજી કરનાર નાગરિક અંબાલાલ પરમારનું કહેવું છે કે ‘વડોદરામાં છેલ્લાં ૧૫ દિવસમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના ૮૦થી વધુ બનાવ બન્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા છે. શહેરમાં ચારે તરફ જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ છે. આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની બેદરકારી જોવા મળી રહી છે.’

ઘણાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો વેઠી રહ્યાં છે અને તંત્ર પશુપાલકો સામે કોઇ પગલા લેતુ નથી એટલે મને વિચાર આવ્યો કે જો શહેરીજનોએ આ સ્થિતિમાં જ વાહનો ચલાવાના હોય તો આવનાર પેઢી આ પરિસ્થિતિથી ટેવાઈ જાય તે માટે આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં પણ રખડતા ઢોર છૂટા મુકવા જોઇએ અને જે વાહન ચાલક અન્ય નિયમોની જેમ રખડતા ઢોરથી પણ બચીને ટેસ્ટ પુરો કરે તેને જ લાયસન્સ આપવુ જોઇએ.

અંબાલાલ પરમાર કહે છે કે મ તો અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર ‘કેટલ ઝોન’ના સાઇન બોર્ડ પણ મારવા જોઇએ જેથી લોકો ચેતીને વાહન ચલાવે. વડોદરામાં પ્રવેશ વખતે જ મોટા બોર્ડ લગાવવા જોઇએ કે આ શહેરમા ઠેર ઠેર રખડતા ઢોરના ઝોન છે એટલે સાવચેત રહેવું.

READ ALSO :

Related posts

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

pratik shah

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!