GSTV

વડોદરમાં ભાજપમાં જૂથબંધી : કારોબારીની રચનામાં જ ડખા પડવાની સંભાવના, પાટીલના નિર્ણયથી વધ્યો વિવાદ

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિયુક્તિ થયા બાદ હવે ટૂંક સમયમાં શહેર કારોબારીની રચના થશે જેમાં તેમની ટીમમાં કોનો સમાવેશ થશે તે અંગે રાજકીય મોરચે ચર્ચા શરૂ થઇ છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે અલગ-અલગ જે વ્યક્તિઓના નામો ચાલતા હતા એમાંથી કોઈને પણ મુક્યા નહીં અને અચાનક જ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની નિયુક્તિ થતા ભાજપમાં ભાંજગડ વધી છે.

ભાજપના આગેવાનોમાં આશ્ચર્ય ફેલાયું

વડોદરાના ચાર ધારાસભ્યએ પરાક્રમસિંહ જાડેજા અને સતીશ પટેલની નિમણુંક કરવા રજૂઆત કરી હતી જ્યારે પ્રદેશના આગેવાનો એ રાકેશ પટેલ તેમજ કેયુર રોકડિયાનું નામ પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ ની નિમણૂક થતા તેમણે પ્રદેશ કારોબારી ની રચના કરવાને બદલે પહેલાં જ જિલ્લાના પ્રમુખની યાદી જાહેર કરી હતી જેમાં તેમણે પ્રદેશના એક પણ આગેવાન ને વિશ્વાસમાં લીધા નથી જેથી શહેર-જિલ્લામાં જે નિમણૂકો થઈ તે અંગે પણ પ્રદેશ ભાજપના આગેવાનોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

વિવાદો સર્જાશે તેમ જાણવા મળે છે

વડોદરા શહેર પ્રમુખ તરીકે પ્રદેશ પ્રમુખે ડોક્ટર વિજયનું નામ જાહેર કર્યું તે પણ સ્થાનિક આગેવાનો માટે આશ્ચર્યજનક હતું. વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડૉક્ટર વિજય શાહની નિમણૂક કેવી રીતે થઈ તે અંગે પણ ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની કારોબારીની રચના હવે ટૂંક સમયમાં કરવામાં આવનાર છે, ત્યારે નવા પ્રમુખ માટે હાલમાં ભાજપમાં ચાલતી જૂથબંધી ને કારણે નિમણૂક આપવામાં વિવાદો સર્જાશે તેમ જાણવા મળે છે.

જૂથબંધીનો સામનો કરવો પડશે

વડોદરા ભાજપમાં અગાઉ પાંચ ધારાસભ્યો એક હતા જ્યારે હાલમાં દરેક ધારાસભ્યોનું જૂથ અલગ છે તદુપરાંત માજી સાંસદ હાલના સાંસદ અને પ્રદેશ સમિતિમાં નિમણૂક થઈ હોય તેવા આગેવાનોના અલગ અલગ જૂથ ભાજપમાં પડી ગયા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ માટે તેમની ટીમ બનાવવામાં ભાજપમાં ચાલતી જૂથબંધીનો સામનો કરવો પડશે તેમ જાણવા મળે છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત

Pravin Makwana

સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ

Ali Asgar Devjani

અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!