GSTV

દશેરા અને દિવાળીના તહેવારો પહેલા આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 500 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યાં

દશેરા અને દિવાળીના તહેવારો પહેલા રાજ્યના આરોગ્ય વિભાગે મીઠાઇ તેમજ ફરસાણના એકમો પર ચેકીંગની કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ જી કોશિયાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગે તમામ 33 જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રાઇવ શરૂ કરી છે. જે અંતર્ગત દિવસના 500 જેટલા નમૂનાઓ લેવામાં આવે છે. અધિકારીઓ દ્વારા ફાફડા-જલેબી તેમજ નમકીનની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તમામ હોટલોમાં સરપ્રાઇઝ ચેકીંગ

સાથે જ કોવિડ-19ની ગાઇડલાઇન જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ફાઇવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટલ સહિતની તમામ હોટલોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. ફૂડના સેમ્પલના પરિણામો મોડા આવવા બાબતે કમિશનર કોશિયાએ જણાવ્યું કે સેમ્પલના પરિણામો આવે તે પહેલા માલસામાનનું વેચાણ થઇ જાય તે વાત સાચી છે. આથી સરકારે રિપીટ ટેસ્ટ કીટ પણ બનાવી છે. જો પરિણામ ન આવે તો ટેસ્ટ કિટના આધારે તેની ચકાસણી થઇ શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!