એક્ટર-પ્રોડ્યુસર સૂર્યાએ ગત રોજ પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે પોતાના જન્મદિવસ પર ફેન્સને એક ખુશખબર આપી છે. તેમણે પોતાની આગામી ફિલ્મ જય ભીમનો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યુ છે. જેને જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. સૂર્યા આ ફિલ્મમાં એક વકિલના પાત્રમાં જોવા મળશે. જે આદિવાસી સમાજના હક માટે લડતા દેખાશે.
સૂર્યાની આ ફિલ્મની ખાસ વાત એ છે કે, તેની આ 39મી ફિલ્મ છે. જેને ટીએસ ગનાનવેલ ડાયરેક્ટ કરી અને લખી છે. જય ભીમનું શૂટીંગ ચેન્નઈમાં કોરોનાની બીજી લહેર પહેલા શરૂ થઈ ગયુ હતું. પણ મહામારીના કારણે તેને રોકી દેવામાં આવ્યુ હતું.
Excited to share the First Look of #JaiBhim #ஜெய்பீம்@prakashraaj @tjgnan @RSeanRoland @srkathiir @KKadhirr_artdir @philoedit @anbariv @rajisha_vijayan #Manikandan #LijoMolJose @joshikamaya @PoornimaRamasw1 @thanga18 @kabilanchelliah @proyuvraaj @rajsekarpandian @2D_ENTPVTLTD pic.twitter.com/acDoYuir2K
— Suriya Sivakumar (@Suriya_offl) July 23, 2021
સૂર્યાએ ફિલ્મ જય ભીમનો ફર્સ્ટ લૂક પોસ્ટર સો. મીડિયા પર શેર કર્યો છે. તેણે પોસ્ટર શેર કરતા લખ્યુ છે કે, જય ભીમનો ફર્સ્ટ લૂક શેર કરીને ખૂબ જ ઉત્સાહી છું. પોસ્ટરમાં સૂર્યા ઈંટેંસ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે તેમાં બ્લેક કોટ પહેર્યો છે.
જય ભીમમાં સૂર્યાની સાથે પ્રકાશ રાજ અને રાજિશા વિજયન મહત્વની ભૂમિકા ભજવતા દેખાશે. સૂર્યા આ ફિલ્મમાં એક્ટિંગની સાથે સાથે પ્રોડ્યૂસ પણ કરવાના છે. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ સેકન્ડ એંટરટેનમેંટમાં બનવાની છે.
બર્થ ડે પહેલા ફેન્સને આપી ગિફ્ટ
સૂર્યાએ બર્થ ડેના એક દિવસ પહેલા ફેન્સને આ ગિફ્ટ આપી છે. તેણે પોતાની આગામી ફિલ્મ Etharkkum Thunindhavanનું ટીઝર રિલીઝ કર્યુ હતું. આ ફિલ્મને પંડિરાજે ડાયરેક્ટર કરી છે. આ ફિલ્મમાં સૂર્યાની સાથે પ્રિયંકા અરૂણ મોહન અને સત્યરાજ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. સૂર્યા હાલમાં પોતાની ફિલ્મના શૂટીંગ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે.
READ ALSO
- કેજરીવાલના રસ્તે કોંગ્રેસ: 300 યુનિટ મફત વીજળી, મહિલાઓને 1500 રૂપિયા
- Commonwealth Games 2022 : કોમનવેલ્થ ગેમ્સમાં 22 ગોલ્ડ સહિત 61 મેડલ, હોકીમાં સિલ્વર સાથે ઝુંબેશ સમાપ્ત, અહીં જુઓ ટોપ ટેન દેશોની સ્થિતિ
- કેજરીવાલ બગડ્યા / દેશના ગદ્દાર છે, તેમની ધરપકડ થવી જોઈએ: દિલ્હીના મુખ્યમંત્રીએ કોના પર સાધ્યુ નિશાન
- શહનાઝ ગિલે સલમાન ખાનને કેમ કર્યા અનફોલો? એક્ટ્રેસનું ટૂટી ગયું બોલીવુડ ડેબ્યુનું સપનું
- Tean India / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી ટીમમાં જગ્યા