GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પાકિસ્તાનની અડધો અડધ જનતાએ સ્વીકાર્યુ, કાશ્મીરમાં આતંક ફેલાવે છે તેમનો દેશ

terrorism in pakistan

કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અમેરિકાએ પાકિસ્તાનમાં કરાવ્યો હતો. તેમાં 47 ટકા પાકિસ્તાનીઓએ સ્વીકાર્યુ હતું કે કાશ્મીરમાં આતંક કોઇ બીજુ નહી પરંતુ તેના દેશની સરકારક ફેલાવે છે. જો કે આ રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો હતો. હવે આ રિપોર્ટ જાહેર થયો છે.

વર્ષ 2001માં સંસદ પર હુમલો થયા બાદ અમેરિકાની સરકારના એક વિભાગે પાકિસ્તાનમાં એક સર્વે કરાવ્યો હતો. વર્ષ 2002માં થયેલા આ સર્વેમાં સામાન્ય પાકિસ્તાનીઓએ સ્વીકાર્યુ કે કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે તેમની સરકાર જવાબદાર છે?  સર્વેનું પરિણામ ચોંકાવનારુ છે. ત્યાંના લોકો ભારત સાથે સંબંધો સુધારવા અને તેની પાસેથી ફાયદો લેવાના બદલે કાશ્મીરમાં આતંકને પ્રોત્સાહિત કરવાને વધુ મહત્વ આપે છે.

આ સર્વેમાં અમેરિકાએ એક સ્થાનિક એજન્સીની મદદથી પાકિસ્તાનના શહેરી ક્ષેત્રમાં રહેતાં 2058 નાગરિકોના સેંપલ તૈયાર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ સર્વે માર્ચ-એપ્રિલ 2002 વચ્ચે પાકિસ્તાનના 10 પ્રમુખ શહેરોમાં કરાવવામાં આવ્યો હતો. જો કે આ સર્વેના પરિણામને જાહેર કરવામા આવ્યા ન હતાં. સર્વેના પરિણામ પર 28 પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો પરંતુ અમેરિકાએ તેને ફક્ત સરકારના ઉપયોગ માટે સુરક્ષિત રાખ્યો છે.

પછીથી રિપોર્ટના કેટલાંક પેજ જાહેર થયા. રિપોર્ટ અનુસાર પાકિસ્તાની લોકોનું માનવું છે કે પાકિસ્તાની આતંકીઓને પાછળથી સમર્થન કરે છે. તેવું પાકિસ્તાનના રાષ્ટ્રહિતમાં કરે છે. જેથી પાકિસ્તાન ભારત અધિકૃત કાશ્મીરમાં પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા કરી શકે. સાથે જ ભારત સાથે કાશ્મીર વિવાદનો નિવેડો લાવી શકે.

જો કે જાહેરમાં તો હંમેશા આતંકીઓનું સમર્થન કરવાનો ઇનકાર કરતાં પાકિસ્તાનમાં 13 ડિસેમ્બરે સંસદ પર હુમલા બાદ સપ્ટેમ્બર 2011માં કરાવવા આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે 77 ટકા લોકો માને છે કે પાકિસ્તાન સરકાર આતંકીઓને પાછળથી સહયોગ અને સમર્થન આપે છે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!