GSTV

349 બાળકો સાથે આચર્યુ દુષ્કર્મ-જાતીય શોષણ, કસ્ટડીમાં આરોપી ડોક્ટર

Last Updated on December 21, 2019 by Mansi Patel

એક સર્જનને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છેકે, તેણે 349 બાળકો સાથે દુષ્કર્મ અથવા જાતીય શોષણને અંજામ આપ્યો છે. આ મામલો ફ્રાંસનો છે. 68 વર્ષનાં ડોક્ટરની સામે કરવામાં આવેલી તપાસ બાદ વકીલે આ જાણકારી આપી હતી. ડૉક્ટર હાલ જેલમાં બંધ છે.

શુક્રવારે ફ્રાંસનાં બ્રિટન શહેરમાં ચીફ પ્રોસિક્યૂટર લોરેલિન પિરેફિટે કહ્યુકે, ડોક્ટરના સંભવિત પીડિતોની સંખ્યા 349 થઈ શકે છે. 68 વર્ષનાં નિવૃત્ત ડોક્ટર જોએલ લી સ્કોર્નેક પર આરોપ છેકે, તેમણે 30 વર્ષોનાં કરિયરમાં આ અપરાધોને અંજામ આપ્યો છે.

જોએલ એક ડાયરી રાખતો હતો. જેમાં તેણે બાળકોની સામે કરાયેલાં સેક્સ એટેકનું વર્ણન કર્યુ હતું, પોલીસને ડાયરીમાં બાળકોનાં નામ પણ મળ્યા હતા. ત્યારબાદ પોલીસને તે બાળકોનાં પરિવાર સાથે સંપર્ક કરવું સરળ બન્યુ હતુ. જોકે, ડોક્ટરનાં વકીલે ડાયરીને ફૅક ગણાવી હતી.

તેને ફ્રાંસમાં બાળકોની સામે સૌથી મોટો જાતીય શોષણનો મામલો માનવામાં આવે છે. જોએલ પેટની સર્જરીનો સ્પેશિયાલિસ્ટ હતો. 4 બાળકોના મામલામાં ડોક્ટરની વિરુદ્ધમાં આવતા વર્ષે માર્ચથી કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

પોતાની કરિયરમાં ડોક્ટર ફ્રાંસનાં અલગ-અલગ હિસ્સાઓમાં આવેલી હોસ્પિટલમાં તહેનાત રહેતો હતો. ડોક્ટર પર એક 6 વર્ષની બાળકીની સાથે સાથે તેના સંબંધીઓની સાથે પણ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. જોકે, ઘણા મામલાઓ વર્ષો પહેલાંનાં છે. એટલા માટે તેની ઉપર કેસ ચલાવવા સંભવ નથી.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!