GSTV
Auto & Tech Trending

Electric vehicleની બોલબાલા : ભારતના 1000 શહેરોમાં છે ઇ-કાર અને ઇ-સ્કૂટરની ડિમાન્ડ : લક્ઝરી બ્રાન્ડમાં સૌથી વધુ પસંદ થાય છે આ કાર

electric vehicle

ઇંધણના ભાવમાં વધારો અને પ્રદૂષણના સ્તરમાં વધારાથી ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicle)ની માગમાં વધારો થયો છે અને ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભારતમાં પર્યાવરણને અનુકૂળ વાહન તરીકે સૌથી વધુ પસંદગી બની ગયા છે. જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ રિપોર્ટ મુજબ, ટિઅર-1 શહેરોમાં દિલ્હીમાં ઇ-સ્કૂટર્સ અને ઇ-વાહનો એમ બંનેની સૌથી વધુ માગ જોવા મળી હતી. ઇલેક્ટ્રિક વાહનો માટેની માગમાં વધારો સરકારના વૈકલ્પિક ઇંધણ ધરાવતા વાહનો પર સબસિડી દ્વારા પ્રદૂષણ પર નિયંત્રણ કરવા સ્વચ્છ ઇંધણોની સ્વીકાર્યતા વધારવાના પ્રયાસોને સુસંગત છે. ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે ઇ-સ્કૂટર્સની માગમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 220.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને પછી ઇ-કાર (132.4 ટકા), ઇ-મોટરસાયકલ (115.3 ટકા) અને ઇ-સાયકલ (66.8 ટકા)ની માગમાં વધારો થયો હતો.

Electric Vehicle

ટિઅર-1 શહેરોની યાદીમાં દિલ્હી, મુંબઈ અને બેંગાલુરુએ ઇ-સ્કૂટર્સની મહત્તમ માગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ અમદાવાદ, હૈદરાબાદ, પૂણે, ચેન્નાઈ અને કોલકાતા છે. મહત્તમ માગ અનુભવનાર ટોચના 10 ટિઅર-2 શહેરોમાં મૈસૂર, ઇન્દોર, જયપુર, સુરત, આગ્રા, જોધપુર, સાંગલી, વડોદરા, નાશિક અને ચંદીગઢ સામેલ છે.

ટિઅર-2 શહેરોએ ઇ-મોટરસાયકલ માટેની માગની દ્રષ્ટિએ ટિઅર-1ને પાછળ રાખી દીધા છે. સુરત, રાજકોટ, અમરાવતી, નાગપુર, વિજયવાડા, સાલેમ, કોલ્હાપુર, પોંડિચેરી, વારાણસી અને ભાવનગર ટિઅર-2 શહેરોમાં ટોચના 10 શહેરો છે, જ્યાં ઇ-મોટરસાયકલ માટેની મહત્તમ માગ જોવા મળી છે. ટિઅર-1 શહેરોમાં મોટા ભાગની માગ મુંબઈ, પૂણે અને બેંગાલુરુમાં જોવા મળી હતી અને ત્યારબાદ હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ અને કોલકાતામાં જોવા મળી હતી.

ઇલેક્ટ્રિક કાર માટે તમામ ટિઅર-1 શહેરોમાં મોટા ભાગની માગ ટોચના 3 શહેરો મુંબઈ, દિલ્હી અને બેંગાલુરુમાં જોવા મળી હતી. ત્યારબાદ સૌથી વધુ માગ હૈદરાબાદ, પૂણે, ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતામાં જોવા મળી હતી. ટિઅર-2 શહેરોમાં નાશિક, લખનૌ, નાગપુર, કોઇમ્બતૂર, જયપુર, વિજયવાડા, ગોવા, સુરત, જબલપુર અને વિશાખાપટનમમાં તહેવારની સિઝન દરમિયાન સૌથી વધુ માગ જોવા મળી હતી.

ટિઅર-1 શહેરોમાં મુંબઈ, દિલ્હી અને કોલકાતા એ ત્રણ મહાનગરોમાં ઇલેક્ટ્રિક બાયસિકલ માટે મહત્તમ માગ જોવા મળી હતી. ત્યારબાદ હૈદરાબાદ, ચેન્નાઈ, પૂણે, બેંગાલુર અને અમદાવાદ સ્થાન ધરાવતા હતા. ટિઅર-2 શહેરોમાં સૌથી વધુ માગ સુરત, રાજકોટ, અમરાવતી, પટણા, નાગપુર, વિજયવાડા, સાલેમ, કોલ્હાપુર, મદુરાઈ અને ભોપાલમાં જોવા મળી હતી.

લક્ઝરી સેગમેન્ટમાં સંશોધનના રસપ્રદ વલણો જોવા મળ્યાં હતાં, જેમાં બુગાટી, ફેરારી, લેમ્બોરગિની અને પોર્શે જેવી બ્રાન્ડની માગમાં વાર્ષિક ધોરણે વધારો થયો છે. આ તમામ બ્રાન્ડમાં બુગાટી સૌથી વધુ સર્ચ થયેલી બ્રાન્ડ હતી અને તહેવારની સિઝનમાં એની માગમાં 167 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ માગ મુખ્યત્વે દિલ્હી, અમદાવાદ અને પૂણેમાં જોવા મળી હતી. બીજી સૌથી વધુ લોકપ્રિય લક્ઝરી બ્રાન્ડ પોર્શેની માગમાં વાર્ષિક ધોરણે મહત્તમ 64 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટિઅર-1 શહેરોમાં મોટા ભાગની માગ બેંગાલુરુ, દિલ્હી અને પૂણે તથા ટિઅર-2 શહેરોમાં ચંદીગઢ, નાગપુર અને ગુન્તુરમાં જોવા મળી હતી.

ફેરારી ત્રીજી સૌથી વધુ લોકપ્રિય બ્રાન્ડ હતી, જેની માગમાં વાર્ષિક ધોરણે 51 ટકાની વૃદ્ધિ થઈ હતી. મહત્તમ સર્ચ બેંગાલુરુ, મુંબઈ, અને દિલ્હીમાં થયું હતું. તિરુવનંતપુરમ અને નાગપુર જેવા ટિઅર-2 શહેરોમાં પણ તહેવારની સિઝન દરમિયાન ફેરારીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો. તહેવારની આ સિઝનમાં લેમ્બોર્ગિનીની માગ 21 ટકા વધી હતી, જેમાં ટિઅર-1 શહેરોમાં સૌથી વધુ માગ મુંબઈ અને દિલ્હીમાં તથા ટિઅર-2 શહેરોમાં સુરત, ભોપાલ અને વારંગલમાં જોવા મળી હતી.

Related posts

વીડિયો/ વ્યક્તિએ બનાવ્યો અનોખો રેકોર્ડ! 6 સેકન્ડમાં ગટગટાવી 1 લીટર સોડા, વીડિયો જોઈને લાગશે નવાઈ

Binas Saiyed

નીતીશકુમારને મનાવવા ધર્મેન્દ્ર પ્રધાન બિહાર પહોંચ્યા

Bansari Gohel

IND vs IRE/ ટીમ ઇન્ડિયાની આ જોડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, રોહિત-રાહુલને પાછળ છોડ્યા

Damini Patel
GSTV