GSTV
Home » News » સુરેશજીએ 0 રેલ અકસ્માતનું અભિયાન શરૂ કર્યું હતું, એક વખત આ યાદી જુઓ, કોઈ ન બચ્યું

સુરેશજીએ 0 રેલ અકસ્માતનું અભિયાન શરૂ કર્યું હતું, એક વખત આ યાદી જુઓ, કોઈ ન બચ્યું

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ દેશભરમાં છાશવારે સર્જાતા ટ્રેન અકસ્માતોને રોકવા તત્કાલીન રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ મિશન ઝીરો એક્સિડન્ટ નામથી ખાસ અભિયાન શરૂ કર્યું હતું. આધુનિક ટેકનીક સહિત સુરક્ષાના અનેક ઉપાયો કર્યા બાદ રેલ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં રેલવે અકસ્માતોમાં લોકો મોતને ભેટી રહ્યા છે. આવો જોઇએ મોદી સરકારના 4.5 વર્ષના કાર્યકાળમાં સર્જાયેલી રેલવે દુર્ઘટનાઓ.

    null
  • 20 નવેમ્બર 2016ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર નજીક પુખરાયામાં ગમખ્વાર રેલ દુર્ઘટના સર્જાઇ. પટના-ઇન્દોર ટ્રેન પાટા પરથી ખડી પડતા 150થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા તેમજ 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • 22 જાન્યુઆરી 2017ના રોજ આંધ્ર પ્રદેશના વિજયાનગરમ જિલ્લામાં હીરાખંડ એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 39 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કે 36 લોકો ઘાયલ થયા હતા.
  • 5 ઓગસ્ટ 2015ના રોજ મધ્યપ્રદેશના હરદા નજીક એક જ સ્થળે 10 મિનિટની અંદર 2 ટ્રેન અકસ્માત થયા. ઇટારસી-મુંબઇના રેલવે ટ્રેક પર મુંબઇ-વારાણસી કામાયની એક્સપ્રેસ અને પટના-મુંબઇ જનતા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી. માચક નદી પર રેલવે ટ્રેક ધસી પડવાને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં 31 લોકોના મોત નિપજ્યા હતા.
  • 20 માર્ચ 2015ના રોજ રાયબરેલીના બછરાવા રેલવે સ્ટેશન પાસે દહેરાદૂનથી વારાણસી જઇ રહેલી જનતા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ. આ દુર્ઘટનામાં 34 લોકોના મોત મોત નિપજ્યા હતા.
  • 25 મે 2015ના રોજ કૌશાંબીના સિરાથુ રેલવે સ્ટેશન પાસે મૂરી એક્સપ્રેસ દુર્ઘટનાનો ભોગ બની. અકસ્માતમાં 25 જેટલા મુસાફરોના મોત નિપજ્યા. જ્યારે કે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • 19 ઓગસ્ટ 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ઉત્કલ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી. જેમાં 22 લોકો મોતને ભેટ્યા હતા… જ્યારે કે 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.
  • 26 મે 2014ના દિવસે ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ચુરેન રેલવે સ્ટેશન પાસે ગોરખધામ એક્સપ્રેસને અકસ્માત નડ્યો. ગોરખધામ એક્સપ્રેસે એક માલગાડીને તે જ રેલવે ટ્રેક પર ટક્કર મારી. આ અક્સ્માતમાં 22થી વધુ લોકોના મોત નિપજ્યા.
  • 25 જુલાઇ 2016ના રોજ યુપીના ભદોહી જિલ્લામાં મડુઆડીહ-અલાહાબાદ પેસેન્જર ટ્રેને મિનિ સ્કૂલ વેનને ટક્કર મારતા ભીષણ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં સ્કૂલના 10 બાળકોના મોત થયા. સ્કૂલ વેનમાં 19 બાળકો સવાર હતા.
  • 10 ઓક્ટોબર 2018ના દિવસે રાયબરેલીના હરચંદપુર રેલવે સ્ટેશન પાસે ન્યુ ફરક્કા એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો. માલદા ટાઉનથી નવી દિલ્હી જઇ રહેલી આ ટ્રેનના એન્જિન સહિત નવ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 7 લોકો મોતને ભેટ્યા હતા.
  • 17 માર્ચ. 2017ના રોજ બેંગાલુરૂ નજીક ચિત્રદુર્ગમાં ટ્રેન અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલાઓના મોત નિપજ્યા હતા.

Related posts

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7માં સામેલ થશે, સમગ્ર દુનિયાની નજર ટ્રમ્પ અને મોદી પર

Mayur

રેલ્વે સ્ટેશન પર જો તમે પ્લાસ્ટિકની આ વસ્તુઓ વાપરો છો, તો આ તારીખથી લાગી જશે પ્રતિબંધ

Dharika Jansari

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!