GSTV
Home » News » પ્રશંસકે પૂછયું કોણ છે મિસ્ટર કૂલ, રૈનાએ આપ્યો આવો જવાબ

પ્રશંસકે પૂછયું કોણ છે મિસ્ટર કૂલ, રૈનાએ આપ્યો આવો જવાબ

આઇપીએલની કેટલીક મેચોમાં ધૂમ મચાવનાર ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને સ્ટાર બેટસમેન સુરેશ રૈનાની મિત્રતા વિશે સૌ કોઇ જાણે છે ત્યારે હાલ ક્રિકેટના મેદાનની બહાર રહેલા સુરેશ રૈના સોશ્યિલ મીડિયા પર ટ્વિટર પર ઘણો એક્ટિવ રહે છે. જેના કારણે ટ્વિટર પર તે પોતાના પ્રશંસકોના સવાલોના જવાબ પણ સક્રિયતાથી આપી રહ્યો છે.

સુરેશ રૈનાએ પોતાના પ્રશંસકોને સવાલ પૂછવા માટે કહ્યું હતું. જેમાં એક પ્રશંસકે રૈનાને પૂછયું કે, ડાબા હાથનો તમારો પસંદગીનો બેટસમેન કોણ છે? જેના જવાબમાં રૈનાએ કહ્યું કે, ભારતીય ટીમનો પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી તેનો ડાબા હાથનો સૌથી પસંદગીનો બેટસમેન છે. જ્યારે અન્ય એક પ્રશંસકે પૂછયું કે, મિસ્ટર કૂલને એક શબ્દમાં પરિભાષિત કરો. ત્યારે રૈનાએ તેના જવામાં ધોનીને બોર્ન લીડર ગણાવ્યો હતો.

તો વળી. રૈનાને એક પ્રશંસક દ્વારા એમ પણ પૂછવામાં આવ્યું હતું કે, તમારે ટ્રેનિંગ કેવી ચાલી રહી છે? જેના જવાબમાં રૈનાએ કહ્યું કે, મારી ટ્રેનિંગ સારી ચાલી રહી છે અને મારું કામ આખરી મહેનત કરવાનું છે. ત્યાર બાદ રૈનાને એમ પૂછવામાં આવ્યું કે, ક્યાં ફિલ્ડરે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા ત્યારે તેણે જોન્ટી રોડ્સનું નામ આપ્યું હતું. બાદમાં રૈનાએ પ્રંશસકોને તેની સાથે વાતચીત માટે આભાર માન્યો હતો.

Related posts

ક્રિકેટના મેદાન પર પરત ફરવા માંગે છે યુવરાજ સિંહ, BCCI પાસે માંગી મંજૂરી

Bansari

શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર, આ ખેલાડીને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન

Bansari

VIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!