GSTV
Home » News » સુરેશ રૈનાએ કહ્યું, વિશ્વકપમાં આ ક્રમ પર બેટિંગ કરે મહેન્દ્ર સિંહ ધોની

સુરેશ રૈનાએ કહ્યું, વિશ્વકપમાં આ ક્રમ પર બેટિંગ કરે મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝ દરમ્યાન ધમાકેદાર વાપસી કરીને ત્રણ મેચમાં અર્ધસદી ફટકારી. આ ત્રણ અર્ધસદીમાંથી ત્રણેય રનનો પીછો કરીને આવ્યાં.

છેલ્લી બે મેચોમાં ધોની ટીમને જીત અપાવીને અણનમ પેવેલિયન પરત ફર્યા અને ફરી એક વખત સાબિત કર્યુ કે ફિનિશર તરીકે તેમની બેટિંગમાં હજી પણ ખૂબ શક્તિ છે. ધોનીએ ત્રણ મેચમાં 2 વખત નોટઆઉટ રહીને 193ની સરેરાશથી 193 રન બનાવ્યાં. તેમનો મોટાભાગનો સ્કોર અણનમ 87 રન રહ્યો, જે તેમણે મેલબર્નમાં રમાયેલી સીરીઝની નિર્ણાયક મેચમાં બનાવ્યો. આ શાનદાર પ્રદર્શન માટે તેમને મેન ઑફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યાં.

એવામાં હવે 2019ના વિશ્વકપમાં તેમની બેટિંગ પોઝીશનને લઇને ચર્ચા ચાલી રહી છે. તેમની ટીમના વર્તમાન સાથીઓથી લઇને પૂર્વ સાથી અને ક્રિકેટના જાણીતા દિગ્ગજ પોત-પોતાનુ મંતવ્ય જાહેર કરી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્મા પણ ઓસ્ટ્રેલિયાની સામે સિડનીમાં રમાયેલી પ્રથમ વન-ડે બાદ આ વાત કહી ચૂક્યા છે અને તેઓ ઈચ્છે છે કે ધોની 4 નંબર પર બેટિંગ કરે. પરંતુ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનુ મંતવ્ય તેમનાથી અલગ છે.

એવામાં હવે ધોનીના મનપસંદ ક્રિકેટર્સમાંથી એક રહેલા ચેન્નઈ સુપર કિંગ્સના સાથી ખેલાડી સુરેશ રૈનાએ રોહિત શર્માના સૂરમાં સૂર પુરાવીને ધોનીને નંબર ચાર પોઝીશન પર બેટિંગ કરવાની વકાલત કરી છે. ભારતીય ટીમે છેલ્લા 2 વર્ષમાં આ પોઝીશન પર અમૂક ખેલાડીઓને અજમાવ્યાં, પરંતુ વેસ્ટ ઈન્ડીઝની સામે ડોમેસ્ટિક વન-ડે સીરીઝમાં રાયડૂના પ્રદર્શનને જોયા બાદ કેપ્ટન વિરાટ કોહલી આ પોઝીશન વિશ્વ કપના મુદ્દે રાખીને આ પોઝીશન પર તેમનો સપોર્ટ કરી રહ્યાં છે. પરંતુ રૈનાનુ માનવુ છે કે ધોનીને નંબર ચાર પોઝીશન વધારે સૂટ કરે છે, કારણકે તેઓ એક એવા ખેલાડી છે, જે ટીમ માટે મેચ પૂર્ણ કરી શકે છે અને નીચલા ક્રમના બેટ્સમેનોની સાથે ભાગીદારી પણ કરી શકે છે.

નંબર 4ની પોઝીશન તેમને સૂટ કરે છે

રૈનાએ કહ્યું, તેઓ હાલમાં સકારાત્મક માનસિકતા સાથે રમી રહ્યાં છે. બોલ સારી રીતે રમે છે અને સારું આક્રમણ પણ કરે છે. સૌથી જરૂરી વાત એ છે કે વિરાટ કોહલી તેમનુ સંપૂર્ણ સમર્થન કરી રહ્યાં છે. જો તેમની પાસે કેપ્ટનનો સાથ છે અન તેઓ મેદાન પર જઇને પોતાને જાહેર કરે. એવામાં નંબર 4ની પોઝીશન તેમને શોભે છે. છેલ્લી અમૂક મેચોમાં તેઓ શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. તેઓ અમૂક બેટ્સમેનો સાથે પણ જોવા મળી રહ્યાં છે. જો ચાર નંબર પર બેટિંગ કરવા ઉતરે છે તો નંબર પાંચ, છ, અને સાતના બેટ્સમેનોની સાથે ભાગીદારી પણ કરી શકે છે.

READ ALSO

Related posts

ચમકી તાવ પર ચુપ રહેનાર સુશીલ મોદીએ મિસ ઇન્ડિયા સાથેનો ફોટો શેર કર્યો, લોકોએ કરી નિંદા

NIsha Patel

આલિયા ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બાદ જોવા મળશે અહીં, તેના ફેન્સને આપશે નવી નવી ટિપ્સ

Dharika Jansari

ત્રણેય ખાન્સ સાથે કામ કરવા તમામ હદો પાર કરે છે એક્ટ્રેસીસ, પણ આ હસીનાઓએ તો….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!