GSTV
Home » News » સુરેશ રૈના સંભાળશે ઉત્તર પ્રદેશ ટીમની કપ્તાની

સુરેશ રૈના સંભાળશે ઉત્તર પ્રદેશ ટીમની કપ્તાની

ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘે છ ઓક્ટોબરથી લખનૌના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રેલવે સામે રમાનાર રણજી મેચ માટે ઉત્તર પ્રદેશ ટીમની જાહેરાત કરી છે. ટીમનું સુકાન ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર બેટસમેન સુરેશ રૈનાને સોંપવામાં આવ્યં છે.

ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ દ્વારા જારી નિવેદન અનુસાર, યુપીસીએની પસંદગી સમિતિએ છ ઓક્ટોબરથી નવ ઓક્ટોબર દરમિયાન ઇકાના સ્ટેડિયમમાં રેલવે સામે રમાનાર રણજી મેચ માટે ઉત્તર પ્રદેશના 17 ખેલાડીઓની પસંદગી કરી છે. ઉત્તર પ્રદેશની ટીમની જવાબદારી સુરેશ રૈનાને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના અત્યારે ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. રૈના છેલ્લી ટેસ્ટ 2015માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીના મેદાન પર રમ્યો હતો. જ્યારે વન ડે મેચ પણ તે 2015માં છેલ્લી વખત આ મેદાન પર રમતો નજરે આવ્યો હતો. ટ્વેન્ટી-20માં આ વર્ષના પ્રારંભમાં રૈના ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.

ટીમ આ પ્રમાણે છે: સુરેશ રૈના(કપ્તાન), શિવમ ચૌધરી, હિમાંશુ અસનોરા, રિન્કુ સિંહ, અકક્ષદીપ નાથ, એકલવ્ય ત્રિવેદી, ઉમંગ શર્મા, અલ્માસ શૌકત, સૌરભ કુમાર, જીશાન અન્સારી, દીપેન્દ્ર પંડ્યા, અંકિત રાજપૂત, પ્રવિણ કુમાર, કાર્તિક ત્યાગી, ઇમ્તિયાઝ અહેમદ, ઇસરાર અજીમ અને ધ્રુવ પ્રતાપ સિંહ.

 

Related posts

દાંતોમાં ટી-શર્ટ ફસાવી વિરાટે બતાવ્યા સિક્સ પેક એબ્સ, ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો

Kaushik Bavishi

ધોની પર ભડક્યો ગૌતમ ગંભીર, 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો

Bansari

અમ્પાયરના નિર્ણયથી દુખી ક્રિકેટરને આવ્યો હાર્ટ એટેક, આઉટ થયાં બાદ ડ્રેસિંગ રૂમમાં ગયો અને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!