GSTV
Home » News » Viral Video : સુરેશ રૈનાએ પોતાની ‘લાડકી’ માટે ગાયું ગીત, ભજ્જી અને ગંભીર થઇ ગયાં ભાવુક

Viral Video : સુરેશ રૈનાએ પોતાની ‘લાડકી’ માટે ગાયું ગીત, ભજ્જી અને ગંભીર થઇ ગયાં ભાવુક

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ માંથી એક ગણાતા સુરેશ રૈનાએ પોતાની લાડકી દિકરી માટે એક ગીત ગાયું છે. સુરેશનો આ વિડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. સુરેશ રૈનૈને ગીત ગાતા જોઇને તેના સાથીઓ પણ આશ્વર્યચકિત થઇ ગયાં છે. જો કે તેમના આ ભાવુક ગીતના કારણે સૌકોઇ તેમની પ્રશંસા કરી રહ્યાં છે.

હરભજને સુરેશનો આ વિડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, ‘સુરેશ રૈનાએ પોતાના શાનદાર અવાજમાં ખુબસુરત ગીત ગાયું છે. ગીતના લિરિક્સ ખૂબ જ સારા છે.’

સાથે જ તેના સાથી ખેલાડી ઇરફાન પઠાણે પણ એક વિડિયો ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, મહિલાઓ આપણા સમાજ અને આપણા દેશનો પિલર છે. સપોર્ટ કરવા માટે ધ પ્રિયંકા રૈનાને સાંભળો’

સાથે જ ગૌતર ગંભીરે પણ સુરેશ રૈનાની ખૂબ જ પ્રશંસા કરી છે. જેના માટે સુરેશ રૈનાએ આભાર વ્યક્ત કરતાં લખ્યું કે,’આભાર ગૌતર ગંભીર, આમ કરીને તમે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને સપોર્ટ કરી રહ્યાં છો. આ માટે તમારા પ્રયાસો પર મને ગર્વ છે.’

રૈનાના ફેન્સ પણ તેના આ ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.  આ વિડિયો સોન્ગમાં રૈનાને ગીત ગાતો જોઇ શકાય છે સાથે જ તેની પત્ની અને દિકરી પણ આ વિડિયો સોન્ગમાં જોવા મળી રહ્યાં છે.

Related posts

અનુષ્કા સાથે વિરાટે પણ કર્યુ કરવા ચોથનું વ્રત, ઈન્ડિયન ક્રિકેટ ટીમે આ રીતે કર્યું સેલિબ્રેશન

Arohi

સરફરાઝની પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હકાલપટ્ટી, આ ધાકડ ખેલાડીને સોંપાશે કમાન

Bansari

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!