GSTV
Home » News » સુરેશ રૈનાએ કહ્યું Team Indiaના આ ખેલાડી માટે જીવ પણ આપી શકું છું 

સુરેશ રૈનાએ કહ્યું Team Indiaના આ ખેલાડી માટે જીવ પણ આપી શકું છું

ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સુરેશ રૈનાએ લગભગ એક વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી. દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ હાલમાં જ સંપન્ન પહેલી ટી20 ઇન્ટરનેશનલમાં રૈના પોતાની લયમાં નજરે પડ્યો. આ પહેલા ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જ્યાં તેણે હાફ સેન્ચ્યૂરી નોંધાવી હતી. ફિટનેશને લઇને થયેલી સમસ્યાને કારણે પસંદગીકર્તાઓએ સુરેશ રૈનાને ટીમમાં સામેલ કર્યા નથી.

સુરેશ રૈનાએ ઘણી મહેનત અને વાપસી કરવામાં સફળતા હાંસલ કરી. એક ખાનગી ન્યૂઝ પેપર અનુસાર સુરેશ રૈનાએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પોતાના સૌથી મોટા સપોર્ટર બતાવ્યા. તેમણે કહ્યું કે રાહુલ દ્રવિડ હતા, જેમણે તેમને જિંદગી જીવવાની રીત બતાવી અને એમ પણ કહ્યું કે એક ખેલાડી રહેતા કેવી રીતે વ્યવહાર કરવો જોઇએ.

સુરેશ રૈનાએ યાદ કર્યું કે જ્યારે તે ટીમ ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારે તેમને મેનર્સ વિશે કંઇજ જાણકારી નહોતી. ત્યારે રાહુલ દ્રવિડે તેમની મદદ કરી હતી. રૈનાએ કહ્યું કે મેં હમેંશા રાહુલ દ્રવિડનું સન્માન કર્યું છે. તે મારા પહેલા કેપ્ટન અને મોટા ભાઇ જેવા છે. અમે તો યુપીવાળા, જાણતા નહોતા કે કેવી રીતે ખાવાનું છે અને ચીજવસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે. માત્ર એટલું જાણતા હતા કે શોટ્સ કેવી રીતે મારવાનો છે. તેમને મળ્યા બાદ એક રીત જાણવા મળી, એક મેનર્સ આવી.

31 વર્ષીય રૈનાએ આગળ કહ્યું કે દ્રવિડએ મને જિંદગી જીવવાનું શીખવ્યું અને બતાવ્યું કે એક ખેલાડીનો વર્તાવ કેવો હોવો જોઇએ. રાહુલ દ્રવિડે મારુ ઘણું સમર્થન કર્યું. સુરેશ રૈનાએ એક પ્રસંગને યાદ કરતા કહ્યું કે દ્રવિડે તેમને પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે બતાવ્યું કે તે ઇરફાન પઠાણની સાથે બેઠા હતા અને નેક્સ્ટ મેચમાં તક નહીં મળવા વિશે વાત કરી રહ્યા હતા.

રૈનાએ કહ્યું કે મને યાદ છે કે એક સમયે હું રન બનાવી રહ્યો નહોતો. ત્યારે ઇરફાન પઠાણ સાથે બેઠો હતો, તેમણે ખાવાનું ખાઇ રહ્યા હતા. મેં પઠાણને કહ્યું કે ખબર નથી કે આવતીકાલની મેચ રમીશું કે નહી. રાહુલ દ્રવિડે અમને કહ્યું હતું કે ફિલ્ડિંગમાં તમારું પ્રદર્શન બતાવો. મારા ખ્યાલથી મેં એ દિવસે વધુ સારુ પ્રદર્શન કર્યું અને બે કે ત્રણ રનઆઉટ કર્યા. જો રાહુલ ભાઇની જેમ મોટિવેટ કરે તો અમે પોતાનો જીવ પણ આપી દઇશું.

Related posts

મંદીની માર : દિવાળી વેકેશનમાં બહાર ફરવા જવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

Nilesh Jethva

પાણીના બગાડને અટકાવવા એક વાંદરાના પ્રયાસો જોઈને તમને લાગશે નવાઇ, વીડિયો થયો વાયરલ

pratik shah

કાર્તિક આર્યન સાથે વર્ક આઉટ કરવા GYM પહોંચી શ્રદ્ધા કપૂર, આગામી ફિલ્મમાં દેખાશે સાથે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!