GSTV
Home » News » રૈનાએ કોહલીની કપ્તાનીને લઇને કરી ભવિષ્યવાણી

રૈનાએ કોહલીની કપ્તાનીને લઇને કરી ભવિષ્યવાણી

હાલ ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહેલા સુરેશ રૈનાએ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને લઇને ભવિષ્યવાણી કરી છે.

સુરેશ રૈનાનું કહેવું છે કે, વિરાટ કોહલી પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની જેમ કપ્તાની કરી રહ્યો છે અને તે ધોનીની જેમ સફળતા પ્રાપ્ત કરી શકે છે. સુરેશ રૈનાએ કહ્યું કે, વિરાટ પણ ધોનીની જેમ જલદી હાર માનનાર નથી. હું બંનેમાં કોઇ અસમાનતા જોતો નથી. ધોની વિશે ચર્ચા કરતા રૈનાએ કહ્યું કે, મને તેના ભવિષ્યને લઇને પૂરી રીતે વિશ્વાસ છે. ધોની કપ્તાનીનો બોજ દૂર થયા બાદ મુક્તમને બેટિંગ કરી રહ્યો છે. તેનો અનુભવ ટીમ માટે ફાયદાકારક રહેશે. મને આશા છે કે, માહી તેના બેટથી રનોનો વરસાદ વરસાવશે સાથે સાથે તેઓ ટીમને પણ ઘણાં કામ આવશે.

2019 વિશ્વ કપ રમવા પર રૈનાએ કહ્યું કે, હું ભવિષ્યની યોજના નથી બનાવતો. હાલ રમતને 100 ટકા આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.

 

Related posts

13 ઈન્ટરનેશનલ વનડે રમનારો આ ક્રિકેટર હવે ભારતીય ટીમને બેટીંગ શીખવાડશે

Kaushik Bavishi

ટીમ ઈન્ડિયાના નવા બેટીંગ કોચ તરીકે આ વ્યક્તિની થઈ પસંદગી

Kaushik Bavishi

ભારતીય ક્રિકેટરોને જાનથી મારી નાખવાની ધમકી, BCCIને મોકલ્યો ધમકી ભર્યો મેલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!