સુરેશ રૈના એક માત્ર એવો ખેલાડી કે જેણે વન્ડે, ટી-20 અને ટેસ્ટમાં…

સુરેશ રૈનાનો આજે 32મો જન્મદિવસ છે. જન્મદિવસ પર બધા ક્રિકેટરો સોશિયલ મીડિયા પર તેમને વિશ કરી રહ્યાં છે. સુરેશ રૈનાનો જન્મ 27 નવેમ્બર, 1986ના રોજ મુરાદનગરમાં થયો હતો. સુરેશ રૈના ઝડપી ફાસ્ટ બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેઓએ દરેક પ્રકારનાં મેચમાં અદભૂત પરફોમન્સ આપ્યું છે.

સુરેશ રૈનાએ એવા ઘણા રેકોર્ડ બનાવ્યા છે કે જે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ તોડી શકતા નથી. તેમને આઇપીએલનૉ કિંગ પણ કહેવામાં આવે છે. આઈપીએલમાં સૌથી વધુ રન સુરેશ રૈનાને નામે છે. જો ભારતના મહાન ખેલાડીઓની વાત કરવામાં આવે તો સુરેશ રૈનાનું નામ તેમાં શામેલ છે.

ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી

સુરેશ રૈનાએ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે (વન્ડે, ટી -20 અને ટેસ્ટ). ટી-20માં પહેલી સદી મારનાર ખેલાડીમાં સુરેશ રૈનાનું નામ આવે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમનો રેકોર્ડ તોડી શકતા નથી અને હવે બીજો કોઈ ભારતીય ખેલાડી પણ આ વિક્રમને તોડી શકશે નહીં.

સુરેશ રૈનાનાં રેકોર્ડ્સ

  • ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર 12માં ભારતીય ખેલાડી
  • ટી -20 અને વન્ડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ખેલાડી
  • સુરેશ રૈનાએ આઇપીએલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. 172 ઇનિંગ્સમાં તેણે 4985 રન કર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ (4948 રન) અને રોહિત શર્માએ (4493 રન) બનાવ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter