GSTV
Home » News » IPL શરૂ થતાં પહેલાં જ રૈનાએ કર્યો સિક્સરોનો વરસાદ

IPL શરૂ થતાં પહેલાં જ રૈનાએ કર્યો સિક્સરોનો વરસાદ

આઇપીએલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં તમામ ખેલાડીઓ આઇપીએલની તૈયારીઓમાં લાગી ગયાં છે. ચેન્નઇ સુપર કિંગ્સના ખેલાડીઓએ હોમ ગ્રાઉન્ડ ચેપકમાં એક મેચ રમી. આ મેચમાં સુરેશ રૈનાએ સિક્સરોના વરસાદ કર્યો, જેનાથી આખુ સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. રૈનાએ 24 બોલ પર 57 રન ફટકાર્યા, તેવામાં ધ્રુવ શૌરેએ પણ 47 રનની શાનદાર ઇનિંગ રમી.

રૈનાએ પોતાની ઇનિંગ દરમિયાન સાત સિક્સર ફટકારી. ચોંકાવનારી વાત તો એ છે કે આ પ્રેક્ટિસ મેચને જોવા માટે ચેપક સ્ટેડિયમમાં લોકો ઉમટી પડ્યાં હતાં. રૈના અને ધ્રુવે એવી બેટિંગ કરી કે એક સમયે સીએસકેનો સ્કોર 6 ઓવરમાં એક વિકેટ પર 82 રન હચો. આ પ્રેક્ટિસ મેચની સૌથી રસપ્રદ બાબત એ છે કે રૈનાની ધૂંઆધાર બેટિંગે ધમાલ મચાવી દીધી હતી. તેમની આ પ્રેક્ટિસ મેચનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Related posts

પરીક્ષા રદ કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓનો રોષ શાંત પાડવા લીધો આ નિર્ણય

Nilesh Jethva

છેલ્લાં 5 દિવસથી આ આઈટીઆઈમાં બાળકો નથી જતા ભણવા, શિક્ષકોની પણ ચૂપકીદી

Nilesh Jethva

મંદીમાં આ કંપનીએ 1.4 લાખ કરોડનું દેવું કર્યું ચૂક્તે, બનાવ્યો અનોખો રેકોર્ડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!