બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને મુંબઈના બાંદ્રા ખાતેના તેના એપાર્ટમેન્ટમાં આત્મ હત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ એવા પણ આરોપો થયા છે કે સુશાંતે આત્મ હત્યા નહીં પરંતુ તેની હત્યા થઈ હતી. મુંબઈ અને બિહાર પોલીસની તપાસ બાદ હવે સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.
રૈનાએ શેર કર્યો ઇમોશનલ વીડિયો
સુશાંતના ફેન્સ, પરિવાર અને બોલિવૂડની હસ્તીઓ પણ સુશાંતને ન્યાય મળે તે માટે માગણી કરી રહી છે ત્યારે હવે ક્રિકેટજગત પણ તેમાંથી બાકાત નથી. તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરનારા સુરેશ રૈનાએ એક ઇમોશનલ વીડિયો પોસ્ટ કરીને સુશાંતને ન્યાય મળે તે માટે માગણી કરી છે.
સુરેશ રૈનાએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે ભાઈ, તું હંમેશાં અમારા દિલમાં વસેલો રહીશ. તારા ફેન્સ તેને યાદ કરી રહ્યા છે. મને સરકાર અને તેના નેતાઓમાં પૂરો ભરોસો છે કે તેઓ તને ન્યાય અપાવવામાં કોઈ કસર બાકી રાખશે નહીં. તું એક સાચી પ્રેરણા છો.
વીડિયોમાં આઇપેડમાં સુશાંતનો ફોટો દેખાય છે. તેના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ કેદાર નાથનું સોંગ જાન નિસાર વાગી રહ્યું છે.
It still hurts my brother but I know truth will prevail #JusticeforSushantSingRajput pic.twitter.com/x7DsUiPT5P
— Suresh Raina?? (@ImRaina) August 19, 2020
વીડિયોમાં હેશટેગમાં લખ્યું છે કે અમે તમામ એક સાથે છીએ, એસએસઆર (સુશાંતસિંહ રાજપૂત) અને તેના પરિવારને ન્યાય મળશે.
થોડા સમય અગાઉ રૈનાએ જ સુશાંત સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેની સાથે સુશાંત ધોનીના લુકમાં દેખાતો હતો.
Read Also
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં