GSTV

સુરેશ રૈનાએ પણ પત્ની પ્રિયંકા ચૌધરી સાથે મનાવ્યુ કડવા ચોથનું વ્રત

Last Updated on November 5, 2020 by Mansi Patel

આઇપીએલની ઝાકઝમાળથી દૂર રહીને ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી અનુભવી ક્રિકેટર સુરેશ રૈના હાલમાં ભારતમાં છે. આમેય આ વખતે ચેન્નાઈની ટીમ જે રીતે રમી હતી જોતાં રૈના રમ્યો હોત તો પણ અત્યારે ભારત પરત આવી ગયો હોત. બુધવારે ભારતમાં કડવા ચોથનું પવિત્ર વ્રત મનાવવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની વિવિધ હસ્તી અને ટોચની એક્ટ્રેસ ઉપરાંત રમત ગમતની દુનિયાના લોકોનો પણ સમાવેશ થતો હતો. ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પણ તેની પત્ની પ્રિયંકા સાથે કડવા ચોથ મનાવી હતી.

સુરેશ રૈના આઇપીએલ માટે દુબઈ તો ગયો હતો પરંતુ 19મી સપ્ટેમ્બરે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તો તે વતન પરત આવી ગયો હતો. તેણે અંગત કારણ દર્શાવ્યું હતું પરંતુ આ  મામલે ઘણા વિવાદ સર્જાયા હતા. હવે રૈનાએ બુધવારે કડવા ચોથ નિમિત્તે તેની પત્ની પ્રિયંકા સાથે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં આ કપલ કેટલાક રિવાજો નિભાવી રહ્યા છે, કેટલીક વિધી કરી રહ્યા છે. પ્રિયંકાએ પરંપરાગત લાલ વસ્ત્રો પરિધાન કર્યા છે અને સુરેશ રૈના પણ ખુશ દેખાઈ રહ્યો છે.

સુરેશ રૈના અને પ્રિયંકા બાળપણથી એકબીજાને ઓળખતા હતા કેમ કે તેઓ પડોશી હતા. 2015ની ત્રીજી એપ્રિલે બંનેના લગ્ન થયા હતા અને 2016માં પ્રિયંકાએ પત્રી ગ્રેસિયાને જન્મ આપ્યો હતો.

READ ALSO

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!