GSTV
Home » News » સુરેશ રૈનાની 3 વર્ષ બાદ ODIમાં વાપસી, ઇંગ્લેન્ડ સામે રાયડૂના સ્થાને રમશે

સુરેશ રૈનાની 3 વર્ષ બાદ ODIમાં વાપસી, ઇંગ્લેન્ડ સામે રાયડૂના સ્થાને રમશે

સ્ટાર ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ જે આશરે ત્રણ વર્ષ બાદ ભારતીય વન ડે ટીમમાં વાપસી કરી છે. તેને યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહેલા અંબતિ રાયડૂના સ્થાને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમમાં પસંદગી પામી ચૂકેલ રાયડુ યો યો ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જતા તેને હવે ટીમમાંથી બહાર થઈ જવું પડશે. યો યો ટેસ્ટ પાસ થવાનો માન્ય આંક ૧૬.૧ છે પણ રાયડુને ૧૪ પોઈન્ટ જ મળ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે પસંદગી પામેલા ખેલાડીઓ માટે એવી શરત મુકી છે કે તેઓ યો યો ટેસ્ટ પાસ થશે તો જ આખરી પસંદગી ગણવામાં આવશે.

અગાઉ મોહમ્મદ શામી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અગાઉના યો યો ટેસ્ટમાં નિષ્ફળ રહેતા ટીમની બહાર કરી દેવાયો હતો. ભૂતકાળમાં રૈના પણ આ ટેસ્ટમાં નાપાસ થતાં તેને ટીમની બહાર રહેવાનું થયું હતું. જોકે હવે તે આ માટે તૈયાર હોવાનું મનાય છે. પસંદગીકારોએ રાયડુના સ્થાને રૈનાને ટીમમાં સમાવ્યો હતો. અગાઉ ભારતના ભૂતપૂર્વ વિકેટકિપર દિયદાસ ગુપ્તાના મતે કૃણાલ પંડયા ડાબોડી બેટ્સમેન અને ઓલરાઉન્ડર હોઈ તેની પણ વિચારણા થઈ શકે. આવતા વર્ષે વન ડેમાં વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં જ છે ત્યારે રૈના જેવા ૩૦ વર્ષીય અનુભવીને આ ટીમમાં રમાડી શકાય.

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!