GSTV
Home » News » ટ્રેન દુર્ઘટના: સુરેશ પ્રભુએ અધિકારીઓને આપ્યો નિર્દેશ, સાંજ સુધી જણાવો દોષિત કોણ?

ટ્રેન દુર્ઘટના: સુરેશ પ્રભુએ અધિકારીઓને આપ્યો નિર્દેશ, સાંજ સુધી જણાવો દોષિત કોણ?

ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાના મામલામાં રેલવે પ્રધાન સુરેશ પ્રભુ ફરી એકવાર નિશાના પર આવી ગયા છે. દુર્ઘટનાને લઈને રેલવેની બેદરકારીને જવાબદાર ગણાવવામાં આવી છે. તો વિપક્ષ તરફથી સુરેશ પ્રભુના રાજીનામાની માગણી પણ થઈ રહી છે. પરંતુ રાજીનામાના સવાલ પર મૌન સેવતા રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પોતાના વિભાગના અધિકારીઓને આદેશ કર્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં સાંજ સુધીમાં આ મામલે જવાબદેહી નક્કી કરે. સુરેશ પ્રભુએ ઉત્કલ એક્સપ્રેસ દુર્ઘટનાની તપાસના આદેશ શનિવારે જ આપી દીધો હતો. સુરેશ પ્રભુએ કહ્યુ છે કે તેઓ ખુદ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પ્રકારની ચૂકની સ્પષ્ટતા થયા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે સેન્ટ્રલ રેલવે બોર્ડ દ્વારા આ અકસ્માત માટે કોણ જવાબદાર તે આજ સાંજ સુધીમાં નક્કી થવું જોઈએ. આ ઘટના અંગે કોઈ ઢીલાશ ન વર્તાવી જોઈએ. આ બાજુ રેલવે ડિવિઝનલ મેનેજર આરએન સિંહે આ ટ્રેકને ફરીથી ચાલુ કરાવવાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે રાતે નવ વાગ્યા સુધીમાં ટ્રેક ચાલુ થઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

RJDના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને બીએસપીના અધ્યક્ષ માયાવતીએ રેલવે પ્રધાન સુરેશ પ્રભુના રાજીનામાની માગણી કરી છે. તો કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે, મોદી સરકાર મે-2014માં સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 27 રેલવે અકસ્માત થઈ ચુક્યા છે. તેમાં 259 પ્રવાસીઓના મોત નીપજ્યા છે અને 899 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સરકાર ક્યારે જાગશે?

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva

લ્યો બોલો ! આ રાજ્યમાં સાત વર્ષની ટેણકીને આપવામાં આવી ડૉક્ટરેટની પદવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!