કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, કૃષિ નિકાસ નીતિને આપી મંજૂરી

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનટે કૃષિ નિકાસ નીતિને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે, સરકાર એનપીએસમાં પોતાનું યોગદાન વધારી કૃષિ વિકાસને વધુ ગતિ આપશે. સરકારે 2022 સુધીમાં કૃષિ નિકાસમાં બે ગણી કરી 60 અરબ ડોલર રાકવાનો લક્ષાંક રાખ્યુ છે.

કૃષિ નિકાસ નીતિને મળેલી મંજૂરીને પીએમ મોદીના 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની સપના સાથે જોડવામાં આવી છે. જેથી 2022 સુધીમાં કૃષિ નિકાસ 60 બિલિયન ડોલર કરવાનું લક્ષાંક રાખવામાં આવ્યું છે. જે હાલમાં 37 બિલિયન ડોલર છે. સુરેશ પ્રભુએ વધુમાં જણાવ્યુ હતુ કે, નવી કૃષિ નીતિ હેઠળ આધિકનિકરણ અને વિવિધ નિતિ અંગે પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter