GSTV
Home » News » શરમ નેવે મૂકીને રાજકારણના નામે મહિલા નેતાઓ પર આવી કમેન્ટ કરે છે કહેવાતા દિગ્ગજ નેતાઓ

શરમ નેવે મૂકીને રાજકારણના નામે મહિલા નેતાઓ પર આવી કમેન્ટ કરે છે કહેવાતા દિગ્ગજ નેતાઓ

મહિલા સશક્તિકરણની વાત હોય તો દેશની કોઈ પણ રાજકીય પાર્ટીઓ વાતો કરવામાં અને ડિબેટમાં ભાગ લેવાથી પીછેહઠ નહીં કરે. મહિલા સશક્તિકરણના નામે હવે બધાને જશ ખાટવો હોય છે. પરંતુ આ રાજકારણીઓ, આ નેતાઓ માત્ર બોલવામાં જ માને છે, જ્યારે ખરેખર મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરવાની કે પછી માત્ર મહિલાઓ સામે મર્યાદા જાળવવાની વાત આવે તો આ તમામ રાજકારણીઓ ઉણાં ઉતરે છે.

લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય બોલાચાલી, આરોપ-પ્રતિ આરોપ, ચડસાચડસી હોય તે સમજી શકાય. પરંતુ આપણા દેશના રાજકારણમાં અમુક એવા નેતાઓ છે જેઓ મહિલા નેતાઓ, મહિલા રાજકારણીઓ પર ગમે તેવી કમેન્ટ કરતા એક વાર પણ વિચાર નથી કરતા.

આવા જ એક રાજકારણી છે જેનું નામ છે સુરેન્દ્ર નારાયણ સિંહ

પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા બનેલા ભાજપના આ ધારાસભ્યને માયાવતીની એક બાબતથી સમસ્યા છે. જાણો, આ મહાશય શું બોલ્યા,

“માયાવતીજી જાતે તો ફેશિયલ કરાવે છે તો અમારા નેતાને શું શોખીન કહેવાના.”

માત્ર ફેશિયલ જ નહીં, આ નેતાજીને માયાવતતીના વાળથી પણ સમસ્યા છે. માયાવતીના વાળ અંગે ટિપ્પણી કરતા સુરેન્દ્ર નારાયણ સિંહ બોલ્યા,

“વાળ તો પાકી ગયા છે પણ વાળ રંગાવીને આજે પણ પોતે જવાન છે તેવું સાબિત કરે છે. 60 વર્ષ થઈ ગયા પણ વાળ બધા કાળા છે.”

જુઓ ભાજપ ઉત્તરપ્રદેશના રોહાણિયા વિસ્તારના ધારાસભ્ય સુરેન્દ્ર નારાયણ સિંહનો VIDEO

પ્રિયંકા ગાંધી પર પણ કરાઈ છે આવી ટિપ્પણીઓ

આ માત્ર કોઈ એકાદ નેતાની વાત નથી, મહેશ શર્મા કે જેઓ સંસ્કૃતિ મંત્રી છે તેઓ ખુદ પ્રિયંકા ગાંધી વિશે ટિપ્પણી કરતી વખતે પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા. પપ્પૂ, પપ્પી જેવા શબ્દો બોલીને તેઓ શું સાબિત કરવા માગતા હતા, એ ખબર તો નથી. પણ આ રમૂજી તો બિલકુલ જ નહોતું.

મહેશ શર્માએ પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી કરતા કહ્યું,

“જો મમતા બેનર્જી અહીં આવીને કથ્થક કરે અને કર્ણાટકના મુખ્યપ્રધાન ગીત ગાય તો કોણ સાંભળી રહ્યું છે. પપ્પુ કહે છે કે PM બનીશ અને હવે તો પપ્પુની પપ્પી પણ આવી ગઈ.”

પ્રિયંકા ગાંધી પર વિનય કટિયાર

તો એક વખત ભાજપ નેતા વિનય કટિરા, પ્રિયંકા ગાંધીના ચહેરા પર બોલી ઉઠ્યા હતા. તેઓ બોલ્યા હતા,

“પ્રિયંકા ગાંધીથી પણ સુંદર મહિલાઓ છે જે કેમ્પેઈન કરે છે.”

હવે સમજમાં તો એ નથી આવતું કે ચહેરા અને લીડરશીપની તુલના કેવી રીતે કરી શકાય.

સ્મૃતિ ઈરાની પર સંજય નિરૂપમ

કોઈ એક રાજકીય પક્ષની વાત નથી. દરેક પક્ષના નેતાઓ ભાન ભૂલીને ગમે તેવી કમેન્ટ્સ કરતા હોય છે. કોંગ્રેસના મુંબઈ અધ્યક્ષ સંજય નિરૂપમે એક વખત સ્મૃતિ ઈરાની પર ખૂબ વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી.

“તમે તો ટીવી પર ઠુમકા લગાવતા હતા, આજે ચૂંટણીના વિશ્લેષક બની ગયા.”

આ શબ્દો હતા સંજય નિરૂપમના.

શરદ યાદવનું વસુંધરા રાજે પર શરમજનક નિવેદન

શરદ યાદવ દેશના અગ્રણી નેતાઓમાંના એક છે. ઘણી પાર્ટીઓ તેમને માન-સન્માન પણ આપે છે. પરંતુ એક વખત શરદ યાદવે વસુંધરા રાજે પર વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી.

શરદ યાદવ બોલ્યા હતા,

“વસુંધરાને આરામ આપો, બહુ થાકી ગઈ છે, બહુ જાડી થઈ ગઈ છે, પહેલા તો પતલી હતી. અમારા મધ્ય પ્રદેશની દીકરી છે.”

Read Also:

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!