GSTV

વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ, લોકોમાં ખુશીનો માહોલ

Last Updated on July 25, 2019 by Arohi

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ચોટીલા, થાનગઢ અને મૂળી પંથકમાં મેઘરાજાએ આગમન કર્યું. લાંબા વિરામ બાદ મેઘરાજે પધરામણી કરતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ગત મોડી સાંજથી અત્યાર સુધીમાં દોઢ ઈંચ જેટલો વસરાદ થયો છે. જેને કારણે ભોગવા નદીમાં નવા નીર વહેતા થયા છે.

થાનગઢના રૂપાવટીમાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. તો ચોટીલામાં ચામુંડા ડુંગર ઉપર ઝરણાં વહેતા સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. તો યાત્રિકોએ પણ વરસાદની મજા માણી.

સાપુતારામાં વહેલી સવારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. ગુજરાતનું હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં વહેલી સવારે વરસાદ થયો. જેને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો સાપુતારાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જેને લઈ પ્રવાસીઓમાં પણ તેનો આનંદ માણી રહ્યા છે.

Read Also

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!