સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા શહેરીજનો સહિત મહિલાઓને હાલાકી વેઠાવાનો વારો આવ્યો હતો. પાલિકાના વોર્ડ નંબર ૪ ના દુધરેજ ફાટક બહાર વરસાદી પાણીનો નિકાલ ન થતાં અંદાજે ૨૦ થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યનો વોર્ડ હોવા છતાં વરસાદી પાણી ભરાઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. મહિલાઓને ઘરમાંથી ડોલ અને મોટર વડે પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો. અનેક વખત રજૂઆતો કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
એ થોડું વધારે કાઢો….એ નીકળી જ જશે.. ક્યાં ગયા સરકારી આયોજનો! સુરેન્દ્રનગરમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી#Surendranagar #Gujaratbjp #Gstv #Gujaratsamachar #Gujaratinews #News #samachar #Gujaratmonsoon pic.twitter.com/dmCru9yvYJ
— GSTV (@GSTV_NEWS) August 6, 2022
સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને ઠેર ઠેર સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ નવા નિરની આવક ફરી શરુ થવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના 17 ડેમોમાં અડધોથી છ ફૂટ જેટલા નવા નિરની પધરામણી થવા પામી છે.

આ અંગેની રાજકોટ સિંચાઇ વર્તુળ ફલડ સેલમાંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાના 3 ડેમોમાં નવા નિર આવ્યા છે જેમાં રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1માં 0.26 ફૂટ, વેણુ-2માં 0.16 ફૂટ અને ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ નવા નિરની આવક થઇ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન નવા નિર આવ્યા છે.
READ ALSO
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી