GSTV
Home » News » સુરેન્દ્રનગર સાંસદને રાજસ્થાનમાંથી ભાજપે ગુજરાત રવાના કર્યા, એવું કર્યું કે…

સુરેન્દ્રનગર સાંસદને રાજસ્થાનમાંથી ભાજપે ગુજરાત રવાના કર્યા, એવું કર્યું કે…

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે અન્ય રાજ્યના સાસંદ અને ધારાસભ્યોને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. જેથી ગુજરાતના સુરેન્દ્રનગરથી ભાજપ સાંસદ દેવજીભાઈ ફતેપરા પણ રાજસ્થાનનાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દેવજીભાઈ રાજસ્થાનના ભાગાકોટો વિસ્તારમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.

રાહુલને પપ્પું કહેતાં સભા છોડવી પડી

ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમણે રાહુલ ગાંધીને પપ્પુ કહેતા દેવજીભાઈને ભાગવાનો વારો આવ્યો હતો. દેવજીભાઈ એક સભાને સંબોધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા સીતા ડામોરે રસ્તામાં પડેલા ખાડા અંગે સવાલ કર્યા હતા. ત્યારે આ ખાડા પુરવા દેવજીભાઈએ પપ્પુને બોલાવવાનું કહેતા કોંગ્રેસે તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યાલયે પહોંચતા ભાજપના નેતાઓએ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને ભાજપના નેતાઓએ દેવજીભાઈને બાંસવાડાથી ગુજરાત જવા માટે રવાના કર્યા હતા.

Related posts

1.80 કરોડના ખર્ચે બનાવ્યું એસ.ટી. બસ સ્ટેન્ડ, આજે તેની હાલત જોઈ આવશે દયા

Arohi

નવ મહિનામાં પહેલીવાર ઘટી દેશની નિકાસ, આયાતમાં પણ નોંધાયો ઘટાડો

Mansi Patel

આજે કુમારસ્વામીની સરકારના ભાવિનો ફેંસલો, બળવાખોર ધારાસભ્યોની અરજી મામલે સુપ્રીમમાં થશે સુનાવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!