અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ ગરમીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને આજે દિવસ દરમિયાન ૪૩.૩ ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. ૪૬ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૨૪ કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, ત્યારબાદ ૩ દિવસ મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, કચ્છમાં આવતીકાલે કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અમદાવાદમાં આગામી ૧૯ મે સુધીમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં હજુ આગામી ૩ દિવસ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ નોંધાય તેવી સંભાવના છે. આજે રાજ્યમાં જ્યાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ