ગુજરાત રાજ્યમાં સબ સલામતના દાવાઓ પોકળા સાબિત થાય તેવા અહેવાલ સામે આવ્યા છે. જો કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાનો છડે ચોક ભંગ કરે તો સામાન્ય માણસ શું કરશે, આવીજ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં જીઆરપી પોલીસકર્મી પર મહિલાની છેડતી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ લાગ્યા બાદ બી-ડિવિઝન પોલીસે છેડતી કરનારા શખ્સની અટકાયત કરી છે.

- સુરેન્દ્રનગર શિવ હોટલ નજીક GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી
- બી – ડિવિઝન પોલીસે છેડતી કરનારની કરી અટકાયત
- પોલીસ જવાન સાથે અન્ય એક ઈસમની પણ અટકાયત
- GRP પોલીસના જવાને બી – ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે કર્યું ગેરવર્તન
મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરમાં શિવ હોટલ પાસે આ બનાવ બન્યો હતો. પોલીસકર્મી સાથે બે શખ્સોની પણ બી-ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. આ શખ્સે બી ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ. તેને બી-ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવતા ત્યાં લોકોના ટોળા ઉમટ્યા હતા.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો